Surendranagar/ પાટડી નગરપાલિકાના SIની મનમાની આવી સામે

વેપારી પર આભ ફાટ્યા જેવી સ્થિતી નિર્માણ થઈ હતી અને પાટડી નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરની મનમાની સામે બાંયો ચડાવી પાટડી પોલીસ મથકે લેખિત……..

Gujarat
Beginners guide to 2024 04 07T163310.923 પાટડી નગરપાલિકાના SIની મનમાની આવી સામે

@ પ્રિયકાંત ચાવડા

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી નગરના રોડની સાઈડમાં હરતુ ફરતુ મશીન લઈ શેરડીના રસનો વેપાર કરી ગુજરાત ચલાવતા રવિ રાજપૂતનો શેરડી,બરફ તથા મશીન સહિતની સામગ્રી પાટડી નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા દબાણના નામે ખોટી રીતે જપ્ત કરી લેતા નાના વેપારી પર આભ ફાટ્યા જેવી સ્થિતી નિર્માણ થઈ હતી અને પાટડી નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરની મનમાની સામે બાંયો ચડાવી પાટડી પોલીસ મથકે લેખિત અરજી કરી હતી ત્યાર બાદ પાટડી SDMને રજૂઆત કરવામાં આવી હતી અને અંતે પાલિકા દ્વારા ૧૦૦ રૂપિયા લોક ફાળો લઈ જપ્ત કરેલ હરતુ ફરતુ મશીન છોડી મુકવામાં આવ્યુ હતુ.

પાટડી ચાર રસ્તા રોડ સાઈડમા અનેક નાના વેપારીઓ વેપાર કરી રહ્યા છે પરંતુ માત્ર એક જ વ્યક્તિની સામે કાર્યવાહી કરતા રોષ સાથે પાટડી પોલિસ મથકે સેનેટરી ઇન્સ્પેક્ટર સામે લેખિત ફરીયાદ કરવામાં આવી હતી ઉપરાંત આ બાબતે પાટડી SDMને રજૂઆત કરતા SDM દ્વારા ટેલિફોન સુચના પાલિકાને આપતા પાટડી નગરપાલિકા દ્વારા ૧૦૦ રૂપિયા લોક ફાળો લઈ જપ્ત કરેલ હરતુ ફરતુ મશીન, શેરડી પરત કરવામાં આવ્યું હતું અને પાટડી આસિસ્ટન્ટ કલેકટર (IAS) SDMનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો પરંતુ પાટડી નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા મનમાની કરી કાર્યવાહી કરતા રોષ પણ જોવા મળ્યો હતો આ બાબતે સેનેટરી ઇન્સ્પેક્ટરનો સંપર્ક કરતા સંપર્ક થઈ શક્યો ન હતો જ્પારે પાટડી નગરપાલિકાના ચિફ ઓફિસરને પૂછતા ટ્રાફિક તથા દબાણ કર્યું થવાના કારણે કાર્યવાહી કરવામાં આવી હોવાનુ જણાવ્યુ હતુ.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ખારાઘોડા ફેક્ટરીમાં સર્જાયેલ દુર્ઘટનામાં વ્યક્તિનું સારવાર દરમિયાન મોત

આ પણ વાંચો: Loksabha Election 2024/ગુજરાત કોંગ્રેસમાં વિવિધ કમિટીઓની જાહેરાત, કોને જવાબદારીઓ સોંપાઈ

આ પણ વાંચો: Anand/બોગસ માર્કશીટથી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ