જુનાગઢ/ રાજ્યમાં રખડતા ઢોરનો વધ્યો આતંક, હવે આ શહેરમાં મહિલા પર કર્યો હુમલો, Video

રાજ્યમાં હવે રખડતા ઢોરોનો આતંક સતત વધી રહ્યો છે. તાજેતરમાં જુનાગઢ શહેરમાંથી ઢોરનાં આતંકની ઘટના પ્રકાશમાં આવી છે. અહી આખલાએ મહિલાને અડફેટે ચઢાવી હતી.

Top Stories Gujarat Others
ઢોરનો આતંક
  • જુનાગઢ શહેરમાં રખડતા ઢોરનો આતંક
  • આખલાએ મહિલાને ચઢાવી અડફેટે
  • જોશીપુરા સર્વોદય સોસાયટીમાં બની ઘટના
  • સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
  • અવાર-નવાર બનતી ઘટના છતાં તંત્ર નિંદ્રામાં

રાજ્યમાં હવે રખડતા ઢોરોનો આતંક સતત વધી રહ્યો છે. તાજેતરમાં જુનાગઢ શહેરમાંથી ઢોરનાં આતંકની ઘટના પ્રકાશમાં આવી છે. અહી આખલાએ મહિલાને અડફેટે ચઢાવી હતી. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ ગઇ હતી.

આ પણ વાંચો – સાવધાન! / અમદાવાદીઓ થઇ જજો સાવધાન, નાની બેદરકારી આપી શકે છે કોરોનાને આમંત્રણ

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં રખડતા ઢોરનાં કારણે અવાર-નવાર લોકો પરેશાન થઇ જાય છે. આ રખડતા ઢોર ગંદકી તો કરે જ છે પરંતુ સાથે લોકોને ઘણીવાર ઈજાગ્રસ્ત પણ કરી દે છે. તાજેતરમાં જુનાગઢ શહેરથી એક મહિલાને આખલાએ અડફેટે લીધી હોવાનુ સામે આવ્યુ છે. CCTV માં સ્પષ્ટ દેખાય છે કે ત્રણ મહિલાઓ એક શેરીમાંથી પસાર થઇ રહ્યા છે ત્યારે ત્યા હાજર આખલો મહિલાઓને પોતાની તરફ આવતા જોઇ ગુસ્સામાં આવી જાય છે અને તેમાથી એક મહિલાને અડફેટે લઇને તેમને નીચે જમીન પર પટકી દે છે. આ દરમિયાન અન્ય મહિલાઓ આ મહિલાને બચાવવાનો પ્રયત્ન કરે છે અને થોડી ક્ષણોમાં આખલો ત્યાથી આગળ ચાલ્યો જાય છે. આ ઘટના જુનાગઢ શહેરનાં જોશીપુૃરા સર્વોદય સોસાયટીમાં બની હતી. જ્યા CCTV કેમેરા મારફતે આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. જો કે આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ ઘણીવાર રખડતા ઢોરોનાં કારણે લોકો ઈજાગ્રસ્ત થયા છે. અવરા-નાર બનતી આવી ઘટના છતાય તંત્ર હજુ પણ નિદ્રામાં હોય તેવુ લાગી રહ્યુ છે.