Not Set/ અ’વાદ: દિવાળીની રોનક બજારોમાં પડી ઝાંખી, વેપારીઓ બન્યા ચિંતિત

અમદાવાદ, દિવાળીનો સમય આવતા જ અમદાવાદના બજારો લોકોની ખુશીઓથી ખીલી ઉઠે છે, બજારોમાં રોનક છવાઈ જાય છે. પરંતુ આ વખતે મોંઘવારીએ બજારોની રોનક ઉડાવી દીધી છે. જેના લીધે વેપારીઓ પણ ચિંતિત થઇ ગયા છે. પેટ્રોલ- ડીઝલના ભાવ વધારા તેમજ જીએસટીની નેગેટિવ અસરોને લઇને બજારોમાં તેની અસર જોવા મળી રહી છે. સતત વધી રહેલી મોંઘવારીના કારણે […]

Ahmedabad Top Stories Gujarat Trending
mantavya 501 અ’વાદ: દિવાળીની રોનક બજારોમાં પડી ઝાંખી, વેપારીઓ બન્યા ચિંતિત

અમદાવાદ,

દિવાળીનો સમય આવતા જ અમદાવાદના બજારો લોકોની ખુશીઓથી ખીલી ઉઠે છે, બજારોમાં રોનક છવાઈ જાય છે. પરંતુ આ વખતે મોંઘવારીએ બજારોની રોનક ઉડાવી દીધી છે. જેના લીધે વેપારીઓ પણ ચિંતિત થઇ ગયા છે.

પેટ્રોલ- ડીઝલના ભાવ વધારા તેમજ જીએસટીની નેગેટિવ અસરોને લઇને બજારોમાં તેની અસર જોવા મળી રહી છે. સતત વધી રહેલી મોંઘવારીના કારણે લોકોએ ત્રાહિમામ પોકારી છે.

mantavya 502 અ’વાદ: દિવાળીની રોનક બજારોમાં પડી ઝાંખી, વેપારીઓ બન્યા ચિંતિત

તેના કારણે આ વર્ષની દિવાળીની રોનક બજારોમાં ઓછી જોવા મળી રહી છે. જો વાત કરીએ તો ગત વર્ષની દિવાળીની સીઝનમાં જેટલો વેપાર બજારોમાં જોવા મળ્યો હતો.

mantavya 503 અ’વાદ: દિવાળીની રોનક બજારોમાં પડી ઝાંખી, વેપારીઓ બન્યા ચિંતિત

અડધી ગ્રાહકી પણ માંડ બજારોમાં દેખાય રહી છે. જેના કારણે વેપારીઓ ભારે ચિંતિત થઇ ગયા છે..સતત વધી રહેલી મોંઘવારીના કારણે લોકો દિવાળીની ખરીદી કરતા પહેલા પોતાના બજેટને અનેક વાર વિચારીને ખર્ચ કરી રહ્યા છે.

જેના કારણે વેપારીઓએ જે નવો સ્ટોક પોતાની દુકાનમાં ભર્યો છે. તેનું વેચાણ જેટલું થવું જોઈએ તેની જગ્યાએ માત્ર ૩૦% થી ૪૦% સુધીનો જ વેચાણ થઇ રહ્યો છે. જેના કારણે અમદાવાદના બજારોમાં મંદીનો માહોલ સર્જાયો છે.