સુરત અનાજ કૌભાંડ/ સુરતમાં અનાજના કાળા બજાર મામલે મંતવ્ય ન્યૂૂઝના અહેવાલની અસર

સુરતમાં અનાજની ચોરી અંગે મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર પડી છે. પોલીસે સસ્તા અનાજની દુકાનોમાંથી બારોબાર સગેવગે થતો ચોખા ભરેલો ટેમ્પો 17 એપ્રિલના રોજ પકડી પાડયો હતો.

Gujarat Surat
Surat Food scam સુરતમાં અનાજના કાળા બજાર મામલે મંતવ્ય ન્યૂૂઝના અહેવાલની અસર

સુરતમાં અનાજની ચોરી અંગે મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર પડી છે. Food-Blackmarket પોલીસે સસ્તા અનાજની દુકાનોમાંથી બારોબાર સગેવગે થતો ચોખા ભરેલો ટેમ્પો 17 એપ્રિલના રોજ પકડી પાડયો હતો. આમ ગરીબોના હક્કનું અનાજ બારોબાર વેચાઈ જતું હતું અને ગરીબોએ છતા અનાજે સરકારે ફાળવણી કરી હોવા છતાં કૌભાંડીઓના લીધે ભૂખે મરવાનો વખત આવતો હતો, મંતવ્ય ન્યૂઝે આ અંગે અહેવાલ પ્રકાશિત કરતાં તપાસના ચક્રો ગતિમાન થયા હતા.

લગભગ 1.12 લાખ રૂપિાનું સરકારી અનાજ સગેવગે થવાનું હતું. Food-Blackmarket આટલા અનાજ વડે કમસેકમ બસોથી વધુ ગરીબોના વર્ષ સુધી પેટ ભરી શકાય. ઉતરાણ પોલીસે મળેલી બાતમીના આધારે 17મી એપ્રિલના રોજ ચૌખા ભરેલો ટેમ્પો આ કૌભાંડના સંદર્ભમાં પકડ્યો હતો. મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા આ અહેવાલ પ્રસારિત કરાયો હતો. આ સરકારી અનાજ કામરેજના વલથાણ લઈ જવાતુ હતુ.

યમુના એન્ટરપ્રાઇઝ નામની એગ્રો ફૂડ કંપનીમાં સરકારી અનાજ મોકલાતુ હતુ. Food-Blackmarket સમગ્ર કેસમાં હવે સુરતના ડીએસઓ પોતે જ ફરિયાદી બન્યા છે. સરકારી અનાજના કાળાબજાર સામે પોલીસે ચારની સામે કાર્યવાહી કરી છે. અનાજ માફિયા કિંગ કિશન ખટીક સામે પોલીસે કાર્યવાહી કરી કરી હતી. આ ઉપરાંત મહેશ માલાણી અને હસમુખ સૂચક સામે પણ પોલીસે કાર્યવાહી કરતી હતી. રાજ એગ્રો ફડ પ્રોજક્ટ્સ સામે અનાજને સગેવગે કરવાનો ગુનો નોંધાયો હતો.

આના પગલે ચોંકેલી પોલીસે હવે સુરતમાં આવેલી બધી સસ્તા અનાજની Food-Blackmarket દુકાનોની ચકાસણી કરવાનું નક્કી કર્યુ છે. કેટલી દુકાનોમાંથી કેટલો પુરવઠો સગેવગે કરવામાં આવે છે તે પોલીસ હવે જોઈ રહી છે. આના પગલે સસ્તા અનાજની દુકાનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચોઃ પીએમ મોદી-રોડ શો/ પીએમ મોદીનો કર્ણાટકમાં બેંગ્લુરુ ખાતે જબરજસ્ત રોડ શો

આ પણ વાંચોઃ ટેક્સાસ બિલ/ અમેરિકાના ટેક્સાસમાં ચીન, ઇરાન, રશિયા અને ઉત્તર કોરીયાના નાગરિકો જમીન નહીં ખરીદી શકે

આ પણ વાંચોઃ મણિપુર હિંસા/ મણિપુરમાં હિંસાના તાંડવમાં 54 હોમાયા, આંકડો વધી પણ શકે