જુનાગઢ/ ટુટીયુ ઓઝત અને રોયા ખેડૂતો… લોકોના ઘરમાં ઘુસ્યા પાણી, ખેડૂતો પાયમાલ

આ વર્ષે જ નહીં પરંતુ દર વર્ષે ઓજતમાં પૂર આવે ત્યારે જળબંબાકાર જેવી સ્થિતિનું ઘેડ પંથકમાં નિર્માણ થતું હોય છે ઓજત નદી સાંકડી હોવાથી આ સ્થિતિ જુવો મળે છે.

Gujarat Others
પાણી
  • ઓજતનો પાળો તૂટતા ઘેડ પંથક જળબંબાકાર
  • ઘેડ પંચકના 10 થી વધુ ગામોમાં પાણી

છેલ્લા બે દિવસથી જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદના લીધે ઓજત નદીમાં પૂર આવતા ઘેડ પંથકમાં પાણી ફરી વળ્યા છે. ગતરાત્રિના અચાનક જ ઓજત નદીના પાળા તૂટતા માણાવદર પંથકના મટીયાણા સહિતના ગામોમાં ઘરની અંદર પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે ચોક્કસથી કે લોકો ઘરની બહાર પણ નથી નીકળી શકતા અને મેડી પણ ચડી અને દિવસ વિતાવો પડે છે.

અ 51 4 ટુટીયુ ઓઝત અને રોયા ખેડૂતો... લોકોના ઘરમાં ઘુસ્યા પાણી, ખેડૂતો પાયમાલ

આ વર્ષે જ નહીં પરંતુ દર વર્ષે ઓજતમાં પૂર આવે ત્યારે જળબંબાકાર જેવી સ્થિતિનું ઘેડ પંથકમાં નિર્માણ થતું હોય છે ઓજત નદી સાંકડી હોવાથી આ સ્થિતિ જુવો મળે છે. ઘેડ પંથકના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોની અંદર પાણી ઘૂસી જાય છે હજુ સુધી તંત્રની એક પણ ટીમ મટીયાણા ગામે નહતી પહોંચી ત્યારે  મંતવ્ય ન્યૂઝ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરવામાં આવ્યો તે સમયે લોકોએ સરકાર સામે રોષ ઠાલવ્યો છે.

અ 51 ટુટીયુ ઓઝત અને રોયા ખેડૂતો... લોકોના ઘરમાં ઘુસ્યા પાણી, ખેડૂતો પાયમાલ

ટુટીયું ઓજત અને રોયા ખેડૂતો.. આ પરિસ્થિતિ છે ઘેડ પંથકના ખેડૂતોની કારણ કે ઘેડ પંથકના ગામડાઓ ફરી બેટમાં ફેરવાયા છે ઉપરવાસમાં ભારે વરસાદના લીધે ઓજત નદીમાં ગત રાત્રિના પુર આવતા નદીના પાળાઓ તૂટતા માણાવદર પંથકનું ઘેડ વિસ્તાર જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થતાં અહીંના ખેતરોમાં પાણી ફરી વળતા મગફળી સહિતનો પાક નિષ્ફળ થયો છે તેના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો.

અ 52 ટુટીયુ ઓઝત અને રોયા ખેડૂતો... લોકોના ઘરમાં ઘુસ્યા પાણી, ખેડૂતો પાયમાલ

ઘેડ પંથકના મટીયાણા, ઓસા, ફૂલરામાં, આંબરડી,પાદરડી, સહિતના ગામોમાં પાણી ઘૂસ્યા છે.. સાથે ખેતરોમાં પાણી ઘૂસી જતા મગફળી સહિતનો પાક નિષ્ફળ થયો છે હજારો વીઘામાં વાવેતર કરવામાં આવેલ પાક નિષ્ફળ જતાં ખેડૂતોને પાયમલ થવાનો વધુ એકવાર વારો આવ્યો છે. ખેડૂતો સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે સહાય આપવામાં આવે અને ઓજત નદી જે સાંકડી છે તેને પહોળી અને નદી પરથી દબાણો દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. દર વર્ષે માગો કરવામાં આવે છે પરંતુ સરકાર હજુ પણ નિંદ્રામાં છે તેવું ચોક્કસથી લાગી રહ્યું છે.

આ પણ વાંચો:રાયગઢમાં રાઈફલ્સ-કારતુસ ભરેલી શંકાસ્પદ બોટ મળી, 26/11 જેવા ષડયંત્રની આશંકા

આ પણ વાંચો:જગદીશ ટાઈટલરની તસવીરવાળી ટી-શર્ટ પહેરીને સુવર્ણ મંદિરની જવા પર હોબાળો, SGPCએ નોંધાવી ફરિયાદ

આ પણ વાંચો:અંજલી અરોડાનો MMS થયો વાયરલ, ઈન્ટાગ્રામ પર લોકોને કહ્યું કે…!!!