Not Set/ “સર્જિકલ સ્ટ્રાઈક” : સેનાના પૂર્વ અધિકારીના નિવેદન પર રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યો પલટવાર

નવી દિલ્હી, વર્તમાન મોદી સરકાર દ્વારા સર્જિકલ સ્ટ્રાઈકના ખાસ ઓપરેશન અંગે કરાયેલી રાજનીતિ અંગે સેનાના એક પૂર્વ અધિકારીએ કહ્યું હતું કે, “આ અંગે જરૂરતથી વધુ પ્રચાર કરવામાં આવ્યો છે”, ત્યારે હવે આ ટિપ્પણીને લઈ વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા મોદી સરકારને ઘેરવામાં આવી રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા હુમલો કરતા કહ્યું, “હુડ્ડાએ એક […]

Top Stories India Trending
706911 namo vs raga 1 "સર્જિકલ સ્ટ્રાઈક" : સેનાના પૂર્વ અધિકારીના નિવેદન પર રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યો પલટવાર

નવી દિલ્હી,

વર્તમાન મોદી સરકાર દ્વારા સર્જિકલ સ્ટ્રાઈકના ખાસ ઓપરેશન અંગે કરાયેલી રાજનીતિ અંગે સેનાના એક પૂર્વ અધિકારીએ કહ્યું હતું કે, “આ અંગે જરૂરતથી વધુ પ્રચાર કરવામાં આવ્યો છે”, ત્યારે હવે આ ટિપ્પણીને લઈ વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા મોદી સરકારને ઘેરવામાં આવી રહી છે.

rahul gandhi "સર્જિકલ સ્ટ્રાઈક" : સેનાના પૂર્વ અધિકારીના નિવેદન પર રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યો પલટવાર
national-congress-president-rahul-gandhi-hits-prime-minister-narendra-modi-politicising-surgical-strike-lt–general-ds-hooda

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા હુમલો કરતા કહ્યું, “હુડ્ડાએ એક સાચ્ચા સૈનિક જનરલ તરીકે બોલ્યા છે. ભારતને તમારા પર ખુબ ગર્વ છે. “મિસ્ટર ૩૬“ને સેનાને પોતાની પ્રાઈવેટ સંપત્તિની જેમ જ ઉપયોગ કરવા પર નિશ્ચિતપણે કોઈ શરમ નથી”.

માનવામાં આવી રહ્યું છે કે, મોદી સરકાર ૩૬ રાફેલ વિમાન ખરીદી રહી છે, ત્યારે આ વિવાદિત નિવેદનને લઈને જ રાહુલ ગાંધીએ મિસ્ટર ૩૬ લખ્યું છે.

જરૂરથી વધુ કરાયો પ્રચાર

અત્રે ઉલ્લેખનીય છે કે, રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ ડી એસ હુડ્ડાએ કહ્યું, “સર્જિકલ સ્ટ્રાઈકની સફળતા પર પ્રારંભિક ઉત્સાહ જરૂરી હતો, પરંતુ આ અંગે જરૂરતથી વધુ પ્રચાર કરવામાં આવ્યો છે, તે અનુચિત છે.

તેઓએ વધુમાં કહ્યું, “આ મામલે જરૂરતથી વધુ મહત્વ આપવામાં આવ્યું. આ સેનાનું ઓપરેશન હતું અને અમારે આ કરવાનું હતું. હવે આ ઓપરેશન અંગે કેટલું રાજનીતિ કરવી જોઈએ. તે યોગ્ય છે કે અયોગ્ય, આ એક એવો પ્રશ્ન છે તે રાજનેતાઓને જ પૂછવું જોઈએ”.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૮- ૨૯ સપ્ટેમ્બરના રોજ લાઈન ઓફ એક્ચુલ (LAC) પર સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી અને આ સમયે લેફ્ટનન્ટ જનરલ ડી એસ હુડ્ડા ઉત્તરી સેનાના કમાન્ડર હતા.