Not Set/ દેશભરમાં આ જગ્યાએ પેટ્રોલ અને ડીઝલ મળી રહ્યું છે સૌથી સસ્તું

નવી દિલ્હી, છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઇ રહેલા સતત વધારાને લઇ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શુક્રવારે પણ પેટ્રોલ – ડીઝલની કિંમતોમાં વધારો યથાવત જ રહ્યો છે. રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલ ૮૧.૨૮ રૂપિયા જયારે મુંબઈમાં ૮૮.૬૭ ના ર રેકોર્ડ સ્તર પર પહોચી ગયું છે. પરંતુ દેશના મેટ્રો શહેરો સિવાયના અન્ય વિસ્તારોની […]

Trending Business
e9d4d3d9 5c05 4ed7 af0c દેશભરમાં આ જગ્યાએ પેટ્રોલ અને ડીઝલ મળી રહ્યું છે સૌથી સસ્તું

નવી દિલ્હી,

છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઇ રહેલા સતત વધારાને લઇ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શુક્રવારે પણ પેટ્રોલ – ડીઝલની કિંમતોમાં વધારો યથાવત જ રહ્યો છે. રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલ ૮૧.૨૮ રૂપિયા જયારે મુંબઈમાં ૮૮.૬૭ ના ર રેકોર્ડ સ્તર પર પહોચી ગયું છે.

petrol bizz May 21 3 દેશભરમાં આ જગ્યાએ પેટ્રોલ અને ડીઝલ મળી રહ્યું છે સૌથી સસ્તું
business-petrol-diesel-price-cheapest country this part

પરંતુ દેશના મેટ્રો શહેરો સિવાયના અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો તમને દેશભરમાં સૌથી સસ્તું પેટ્રોલ અંદમાન – નિકોબારના પોર્ટ બ્લેયર પર મળી રહ્યું છે. પોર્ટ બ્લેયરમાં એક લીટર પેટ્રોલ ૬૯.૯૭ રૂપિયાના ભાવે મળી રહ્યું છે.

જયારે સૌથી મોંઘુ પેટ્રોલ મહારાષ્ટ્રના પરનબીમાં મળી રહ્યું છે, જ્યાં એક લીટર પેટ્રોલ મેળવવા માટે સૌથી વધુ ૯૦.૪૫ રૂપિયા ચુકવવા પડી રહ્યા છે.

દેશમાં આ જગ્યાએ મળી રહ્યું છે સૌથી સસ્તું પેટ્રોલ :

પોર્ટ બ્લેયર ૬૯.૯૭ રૂપિયા
પણજી   ૭૪.૯૭ રૂપિયા
અગરતલા   ૭૯.૯૧ રૂપિયા

સૌથી મોંઘુ પેટ્રોલ : 

પરબણી ૯૦.૪૫ રૂપિયા
મુંબઈ   ૮૮.૬૭ રૂપિયા
પટના   ૮૭.૪૬ રૂપિયા

 

દેશમાં આ જગ્યાએ મળી રહ્યું છે સૌથી સસ્તું ડીઝલ :

પોર્ટ બ્લેયર ૬૮.૫૮ રૂપિયા
ઇટાનગર   ૭૦.૪૪ રૂપિયા
આઈજોલ   ૭૦.૫૩ રૂપિયા

સૌથી મોંઘુ ડીઝલ :

હૈદરાબાદ  ૭૯.૭૩ રૂપિયા
રાયપુર    ૭૯.૧૨ રૂપિયા
અમરાવતી    ૭૮.૮૧ રૂપિયા