ડૂડલ/ ગૂગલે પ્રજાસત્તાક દિવસને ખાસ ડૂડલ દ્વારા સેલિબ્રેટ કર્યો,દેશની સંસ્કૃતિ અને વારસાની ઝલક રજૂ કરી

ભારતના ગણતંત્ર દિવસ નિમિત્તે ગૂગલ ઈન્ડિયાએ તેના હોમ પેજ પર ડૂડલના રૂપમાં ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાની ઝલક રજૂ કરી છે.

Top Stories India
GOOGLE ગૂગલે પ્રજાસત્તાક દિવસને ખાસ ડૂડલ દ્વારા સેલિબ્રેટ કર્યો,દેશની સંસ્કૃતિ અને વારસાની ઝલક રજૂ કરી

ભારતના ગણતંત્ર દિવસ નિમિત્તે ગૂગલ ઈન્ડિયાએ તેના હોમ પેજ પર ડૂડલના રૂપમાં ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાની ઝલક રજૂ કરી છે. જેમાં રાજપથ પર ત્રિરંગા અને પરેડના વિવિધ દ્રશ્યો સાથે દેશની વિશેષતાના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે.દેશનું બંધારણ 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવ્યું. 15 ઓગસ્ટ 1947ના રોજ દેશને આઝાદી મળી હતી, પરંતુ એક શક્તિશાળી પ્રજાસત્તાક તરીકેનો ઉદય આ દિવસે થયો હતો. આ દિવસને 1929માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા પૂર્ણ સ્વરાજની ઘોષણાની વર્ષગાંઠ તરીકે પણ ઉજવવામાં આવે છે.

ગૂગલ ઈન્ડિયાએ પોતાના હોમ પેજ પર બનાવેલા ડૂડલમાં હાથી, ઘોડો, ઊંટ સહિત રાજપથ પરની પરેડમાં સામેલ તમામ તત્વોને પ્રતીકાત્મક રીતે સામેલ કર્યા છે. ડૂડલમાં તબલા, રાજપથ, ઊંટ પર બેન્ડના ભાગરૂપે સેક્સોફોન, શાંતિનું પ્રતીક કબૂતર અને રાષ્ટ્રધ્વજનો ત્રિરંગો પણ સામેલ છે.

ગણતંત્ર દિવસની ઉજવણી ત્રણ દિવસ સુધી ચાલે છે. આ વર્ષે તેની શરૂઆત નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ 23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસ સાથે થઈ હતી. આ દિવસે પીએમ નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઈન્ડિયા ગેટ સ્થિત અમર જવાન જોટ ખાતે નેતાજીની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

આજે 26 જાન્યુઆરીએ રાજપથ પર શાનદાર પરેડ દ્વારા દેશની તાકાતનું પ્રદર્શન કરવામાં આવશે. પરેડમાં દેશના અનેક રાજ્યોની ટેબ્લો પણ પ્રદર્શિત કરવામાં આવશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશની ટોચની હસ્તીઓ હાજર રહેશે. પરેડની શરૂઆત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લઈને દેશના બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવશે, ત્યારબાદ રાષ્ટ્રગીત અને 21 તોપોની સલામી આપવામાં આવશે. કોરોના રોગચાળાને કારણે પરેડ દરમિયાન ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.