Not Set/ રાજ્યનાં ખેડૂતો માટે સારા સમાચાર, માવઠાની શક્યતા નહિવત

રાજ્યમાં લોકો હાડ થીજવતી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે જેને પગલે રાજ્યનાં લગભગ તમામ શહેર કડકડતી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે.

Top Stories Gujarat Others
માવઠાની આગાહી
  • રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર
  • રાજ્યમાં માવઠાની શક્યતા નહિવત્
  • રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં થશે વધારો
  • ઉ.ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવ રહેશે
  • અમદાવાદમાં કોલ્ડ વેવની આગાહી નહીં
  • અમદાવાદમાં ઠંડી યથાવત રહેશે

રાજ્યમાં લોકો હાડ થીજવતી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે જેને પગલે રાજ્યનાં લગભગ તમામ શહેર કડકડતી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. આખો દિવસ વાતાવરણમાં ઠંડી રહેતી હોવાથી લોકોને ગરમ વસ્ત્રો પહેરવા પડી રહ્યા છે. વળી બીજી તરફ રાજ્યનાં ખેડૂતો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે.

આ પણ વાંચો – RRB-NTPC પરિણામ પર હંગામો: / ઉમેદવારોએ બીજા દિવસે ટ્રેન રોકી, પેસેન્જર ટ્રેનમાં આગ, રેલ્વેની ચેતવણી પ્રદર્શન કરનારાઓ જીવનભર પરીક્ષા આપી શકશે નહીં

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં માવઠાની શક્યતા હવે નહિવત હોવાનુ કહેવાઇ રહ્યુ છે. જો કે ઠંડીનાં પ્રમાણમાં વધારો થવાની પૂરી સંભાવનાઓ છે. રાજ્યનાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં કોલ્ડવેવ રહેશે. આ સાથે રાજ્યની મેટ્રો સીટી ગણાતા અમદાવાદમાં પણ લોકો ઠંડીનો અહેસાસ કરશે. જણાવી દઇએ કે, રાજ્યમાં ઠંડીએ એવુ જોર પકડ્યુ છે કે, લોકો રાત્રીનાં બજારોમાં ઠેરઠેર તાપણાનો સહારો લેતા પણ જોવા મળી રહ્યાં છે. રાત્રીનાં બજારો વહેલા સુમસામ બની જાય છે. તો સવારે પણ બજારો મોડા ખુલી રહ્યા છે. ઠંડીનાં કારણે જનજીવન પ્રભાવિત થયુ છે.

  • અમદાવાદમાં તાપમાનનો પારો ગગડ્યો
  • હાડ થીજવતી ઠંડીનો અહેસાસ
  • હવામાન વિભાગે કરી હતી આગાહી
  • અમદાવાદમાં હજી એક દિવસ કોલ્ડવેવ રહેશે
  • ભારે પવનને કારણે જનજીવન ઠુઠવાયું
  • ઉ.ભારતમાં હિમવર્ષાને પગલે કાતિલ ઠંડીની આગાહી
  • લોકો વ્યાયામ કરી તંદુરસ્તી જાવળતા નજરે પડ્યા
  • ઠંડીને કારણે કસરત કરવા જતાં લોકોની સંખ્યા ઘટી

આ પણ વાંચો – પ્રજાસત્તાક દિન પરેડમાં /  લીંબડી સખિદા કોલેજનો વિદ્યાર્થી રાજય લેવલની પરેડમાં પ્રથમ પસંદગી પામ્યો

આપને જણાવી દઇએ કે, અમદાવાદ શહેરમાં તાપમાનનો પારો ગગડ્યો છે. હાડ થીજવતી ઠંડીનો શહેરમાં લોકો અહેસાસ કરી રહ્યા છે. અમદાવાદ સહિત ગાંધીનગરમાં પણ લોકોએ ઠંડીનો અહેસાસ કર્યો છે. ભારે પવન સાથે જનજીવન પૂરી રીતે ઠુઠવાયુ છે. જો કે આ સમગ્ર વાતાવરણ ઉત્તર ભારતમાં હિમવર્ષાનાં પગલે જોવા મળી રહ્યુ છે. સતત કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી રહી છે. લોકો રોજ વ્યાયામ કરી તંદુરસ્તી જાળવતા નજરે પડ્યા છે. ઠંડીનું જોર એટલુ વધ્યુ છે કે, કસરત કરવા જતા લોકોની સંખ્યા માં મોટો ઘટાડો થયો છે.