Not Set/ રાહુલ ગાંધીએ એકવાર ફરી ટ્વીટ દ્વારા કેન્દ્ર સરકાર પર કર્યો પ્રહાર, કહ્યુ- અજ્ઞાનતા કરતા પણ જોખમી છે ઘમંડ

દેશમાં કોરોનાનાં વધતા જતા કેસો અને અસ્થિર અર્થતંત્રનાં કારણે રાહુલ ગાંધીએ ફરી એકવાર વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કોરોના ચેપનાં કારણે થતા મોત અને અર્થવ્યવસ્થાનો એક ગ્રાફ શેર કર્યો છે, આ સાથે તેમણે મહાન વૈજ્ઞાનિક અલ્બર્ટ આઈન્સ્ટાઇનનું એક કથન પણ લખ્યું છે, જે મુજબ અજ્ઞાનતા કરતા પણ વધારે જોખમી માત્ર એક […]

India
3556785b74f903a0b25b91f5db030467 1 રાહુલ ગાંધીએ એકવાર ફરી ટ્વીટ દ્વારા કેન્દ્ર સરકાર પર કર્યો પ્રહાર, કહ્યુ- અજ્ઞાનતા કરતા પણ જોખમી છે ઘમંડ

દેશમાં કોરોનાનાં વધતા જતા કેસો અને અસ્થિર અર્થતંત્રનાં કારણે રાહુલ ગાંધીએ ફરી એકવાર વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કોરોના ચેપનાં કારણે થતા મોત અને અર્થવ્યવસ્થાનો એક ગ્રાફ શેર કર્યો છે, આ સાથે તેમણે મહાન વૈજ્ઞાનિક અલ્બર્ટ આઈન્સ્ટાઇનનું એક કથન પણ લખ્યું છે, જે મુજબ અજ્ઞાનતા કરતા પણ વધારે જોખમી માત્ર એક ચીજ છે અને તે જે અભિમાન. આપને જણાવી દઈએ કે, રાહુલ ગાંધી કોવિડ સામેની તૈયારીઓથી લઈને અર્થવ્યવસ્થા પર લીધેલા નિર્ણયો પર કેન્દ્ર સરકાર પર સતત હુમલો કરી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, આ અગાઉ રાહુલ ગાંધીએ શુક્રવારે મોદી સરકાર પર કોરોના સંકટ પર એક સવાલ કરતા ટ્વીટ કર્યુ હતુ. રાહુલે પોતાના ટ્વિટમાં કોરોના ગ્રાફથી સંબંધિત એક વિડીયો શેર કર્યો છે. સાથે લખ્યું, “ભારત એક ખોટી રેસ જીતવાના માર્ગ પર છે. ઘમંડ અને અસમર્થતાનાં ઘાતક મિશ્રણનાં કારણે એક ભયાનક આપદા.”

આપને જણાવી દઈએ કે, સોમવારે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, ભારતમાં આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 3,32,424 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 11,502 નવા કેસ નોંધાયા છે અને 325 લોકોનાં મોત નીપજ્યાં છે. અત્યાર સુધીમાં 9,520 લોકોનાં મોત નીપજ્યાં છે, જોકે 1,69,798 દર્દીઓ પણ આ રોગને હરાવવામાં સફળ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.