IPL/ તો શું હવે યુનિવર્સલ બોસ IPL માં ક્યારે પણ નહી મળે જોવા? મેગા ઓક્શનમાં નથી આપ્યું પોતાનુ નામ

હવે તમે ભાગ્યે જ ક્રિસ ગેલને IPL રમતા જોશો કારણ કે આ વખતે તેણે IPL (IPL 2022 મેગા ઓક્શન) માટે મેગા ઓક્શનમાં પોતાનું નામ આપ્યું નથી.

Sports
ક્રિસ ગેલ

હવે તમે ભાગ્યે જ ક્રિસ ગેલને IPL રમતા જોશો કારણ કે આ વખતે તેણે IPL (IPL 2022 મેગા ઓક્શન) માટે મેગા ઓક્શનમાં પોતાનું નામ આપ્યું નથી. જો કે ગેલ દ્વારા હજુ સુધી તેની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ જ્યારે તે લીગ રમવા માંગતો નથી, તો આ વાત પરથી સમજી શકાય છે.

11 2022 01 28T111359.082 તો શું હવે યુનિવર્સલ બોસ IPL માં ક્યારે પણ નહી મળે જોવા? મેગા ઓક્શનમાં નથી આપ્યું પોતાનુ નામ

આ પણ વાંચો – LLC T20 / સન્યાસ બાદ આજે પણ બ્રેટ લી ની બોલિંગમાં છે આક્રમકતા, અંતિમ ઓવરમાં વિરોધી ટીમને ન કરવા દીધા 8 રન

ઉપરાંત, ક્રિસ ગેલ હવે 42 વર્ષનો છે, તેની બેટિંગમાં તે ઝડપ અને ચપળતા જોવા મળી રહી નથી જેના માટે તે જાણીતો હતો. તો આવી સ્થિતિમાં, જો તે હરાજીમાં હોય, તો ભાગ્યે જ કોઈ ટીમ તેના પર દાવ લગાવી શકે. પરંતુ IPL છોડતા પહેલા ક્રિસ ગેલે ઘણા એવા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે જેને તોડવા ખૂબ મુશ્કેલ છે. ગેલે લીગમાં સૌથી વધુ સિક્સ ફટકારી છે. તેણે 357 સિક્સર ફટકારી છે. તેના પછી એબી ડી વિલિયર્સ 251માં, રોહિત શર્મા 227, ધોની 219 નંબરે છે. ગેલે આઈપીએલમાં પોતાની ટીમ માટે સૌથી વધુ સદી પણ ફટકારી છે. જેમાં 6 સદી સામેલ છે. ગેલ પછી વિરાટ કોહલી 5, ડેવિડ વોર્નર 4, એબી ડી વિલિયર્સ 3 છે.

11 2022 01 28T111303.407 તો શું હવે યુનિવર્સલ બોસ IPL માં ક્યારે પણ નહી મળે જોવા? મેગા ઓક્શનમાં નથી આપ્યું પોતાનુ નામ

આ પણ વાંચો – IPL / મિસ્ટર 360 ડિગ્રીની ઝલક આ બેબી એબી ડી વિલિયર્સમાં મળી જોવા, જોડાઇ શકે છે વિરાટ સેનામાં

જો આઈપીએલ કેરિયરની વાત કરીએ તો ક્રિસ ગેલે 142 મેચમાં 4,965 રન બનાવ્યા છે. અને સ્ટ્રાઈક રેટ 148 રહ્યો છે. એટલે કે, તમે કલ્પના કરી શકો છો કે ગેલે બોલરોને કેવી રીતે ધોયા હશે. હવે જો યુનિવર્સલ બોસ એટલે કે ક્રિસ ગેલ IPLમાં નહીં હોય તો લીગ ચોક્કસપણે નિર્જન જણાશે. કારણ કે આઈપીએલનો આ બાદશાહ દરેક મેચમાં કંઈક ને કંઈક સર્જતો રહ્યો છે.