Not Set/ VIDEO : શ્રીલંકા સામેની મેચમાં માત્ર ૨ રન બનાવ્યા બાદ પણ બાંગ્લાદેશના આ ખેલાડીની થઇ રહી છે પ્રશંસા

દુબઈ, બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે રમાયેલી પ્રથમ વન-ડે સાથે જ એશિયા કપની શરૂઆત થઇ છે. પ્રથમ મેચમાં જ બાંગ્લાદેશની ટીમે શ્રીલંકાને ૧૩૭ રને હરાવી શાનદાર વિજય મેળવ્યો છે. જો કે આ મેચમાં વિજેતા ટીમના ઓપનર બેટ્સમેન તમિમ ઇકબાલે માત્ર બે જ રન બનાવ્યા હતા, પરંતુ ત્યારબાદ પણ આ ખેલાડીની ખુબ પ્રશંસા થઇ રહી છે. Massive […]

Trending Sports Videos
DnJWWbRW0AEQUZG VIDEO : શ્રીલંકા સામેની મેચમાં માત્ર ૨ રન બનાવ્યા બાદ પણ બાંગ્લાદેશના આ ખેલાડીની થઇ રહી છે પ્રશંસા

દુબઈ,

બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે રમાયેલી પ્રથમ વન-ડે સાથે જ એશિયા કપની શરૂઆત થઇ છે. પ્રથમ મેચમાં જ બાંગ્લાદેશની ટીમે શ્રીલંકાને ૧૩૭ રને હરાવી શાનદાર વિજય મેળવ્યો છે. જો કે આ મેચમાં વિજેતા ટીમના ઓપનર બેટ્સમેન તમિમ ઇકબાલે માત્ર બે જ રન બનાવ્યા હતા, પરંતુ ત્યારબાદ પણ આ ખેલાડીની ખુબ પ્રશંસા થઇ રહી છે.

હકીકતમાં, વિરોધી ટીમના ઝડપી બોલર સૂરંગા લકમાલના એક બોલ પર તમિમ ઇકબાલને હાથની એક આંગળી પર ઈજા પહોચી હતી અને ફ્રેકચર થયું હતું. પરંતુ ત્યારબાદ પણ ઇકબાલે એક  હાથે બેટિંગ કરી હતી.

તમિમ ઇકબાલના આ બેટિંગ કરવા અંગે સોશિયલ મીડિયામાં ખુબ પ્રશંસા થઇ રહી છે અને એક વીડિયો પણ વાઈરલ થઇ રહ્યો છે.

શ્રીલંકાના ઝડપી બોલર લકમાલનો બોલ આંગળી પાર વાગ્યા બાદ તે રિટાયર્ડ હર્ટ થયો હતો, પરંતુ જયારે ૪૭મી ઓવરમાં બાંગ્લાદેશની ટીમની ૯મી વિકેટ પડી ત્યારે બીજીવાર મેદાનમાં આવ્યો હતો અને એક હાથે જ બોલનો સામનો કર્યો હતો.

શનિવારથી શરુ થયેલા એશિયા કપની પ્રથમ મેચમાં બાંગ્લાદેશની ટીમે મોટો ઉલટફેર કરતા શ્રીલંકાને ૧૩૭ રને ધૂળ ચટાડી છે. બાંગ્લાદેશના વિકેટકીપર બેટ્સમેન મુશફિકુર રહિમના શાનદાર સદી (૧૪૪)ના સહારે ૨૬૧ રન બનાવ્યા હતા, જેની સામે શ્રીલંકન ટીમ માત્ર ૧૨૪ રનમાં તંબુભેગી થઇ ગઈ હતી અને ૧૩૭ રને હાર થઇ હતી.

જો કે આ પહેલા સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રેમ સ્મિથ, વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ ઝડપી બોલર મેલ્કમ માર્શલ અને ઈંગ્લેંડના પોલ ટેરી પણ એક હાથે બેટિંગ કરી ચુક્યા છે.