T20 World Cup/ Tickets વિના મેચમાં ઘૂસ્યા પ્રસંશકો, પછી થઇ છુટ્ટા હાથની મારામારી, Video

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ સાંજે 7.30 કલાકે શરૂ થઈ હતી. કેટલાક ચાહકો ટિકિટ વિના સ્ટેડિયમમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Sports
ટિકિટ વિના ઘૂસ્યા ફેન

શુક્રવારે દુબઈનાં ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં પાકિસ્તાનનો 5 વિકેટે વિજય થયો હતો. આ મેચમાં માત્ર ખેલાડીઓમાં જ નહીં પરંતુ ચાહકોમાં પણ જીત અને હારને લઈને ઘણો જુસ્સો જોવા મળ્યો હતો. બન્ને દેશનાં ચાહકો ખૂબ જ ઉત્સાહિત હતા. પહેલા સ્ટેડિયમમાં પ્રવેશવા માટે મારામારી થઈ હતી.

આ પણ વાંચો – Cricket / ઈંગ્લેન્ડની ભૂતપૂર્વ વિકેટકીપર મહિલા ખેલાડીએ રચ્યો ઈતિહાસ, UAE માં આ પુરુષ ટીમને આપશે કોચિંગ

આપને જણાવી દઇએ કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ સાંજે 7.30 કલાકે શરૂ થઈ હતી. કેટલાક ચાહકો ટિકિટ વિના સ્ટેડિયમમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. અફઘાનિસ્તાનનાં ક્રિકેટ ચાહકો તેમના સ્ટાર ખેલાડીઓની ઝલક મેળવવા માટે ખૂબ જ પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. કોઈ સ્ટેડિયમની છત પરથી અંદર પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યું હતું, તો કોઈએ ધક્કા-મુક્કીનો આશરો લીધો હતો. જેના કારણે ટિકિટ લઈને મેચ જોવા આવેલા ચાહકો પણ સ્ટેડિયમમાં પ્રવેશી શક્યા ન હોતા.

એક પ્રશંસકે કહ્યું કે, હું ટિકિટ હોવા છતાં સ્ટેડિયમમાં પ્રવેશી શક્યો નહીં, કારણ કે એટલી મોટી સંખ્યામાં લોકો આવી ગયા હતા કે સુરક્ષાકર્મીઓએ ગેટ બંધ કરી દીધો અને અમને બહાર છોડી દેવામાં આવ્યા. સ્ટેડિયમની અંદરનો નજારો પણ ઘણો ખતરનાક હતો. બન્ને દેશોનાં ચાહકો પોતપોતાની ટીમને પ્રોત્સાહિત કરવા માટે એકબીજામાં લડવા લાગ્યા. લાતો અને મુક્કાઓનો વરસાદ થયો હતો. જેના ઘણા એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે મેચ દરમિયાન પ્રશંસકો પોતાની વચ્ચે લડવા લાગ્યા, જેને સુરક્ષાકર્મીઓએ અલગ કરતા પણ જોવા મળ્યા હતા. પાકિસ્તાનની મેચ જીતીને એક ચાહક પોતે જ પીચ પર પહોંચી ગયો હતો, જેને પકડવામાં સુરક્ષાકર્મીઓનો પરસેવો છૂટી ગયો હતો.

https://twitter.com/joshthebutter/status/1454097316483194890?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1454097316483194890%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fthedesiawaaz.com%2Fkhel%2Ffirst-there-was-a-fight-to-enter-the-stadium-then-kicked%2Fcid5671113.htm

આ પણ વાંચો – T20 World Cup / ફટાફટ ક્રિકેટમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર બેટ્સમેન બન્યો બાબર આઝમ, કોહલીનો તોડ્યો રેકોર્ડ

ICC એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આશરે સાંજે 7 વાગ્યે, દુબઈ પોલીસે નિર્દેશ આપ્યો કે સ્થળની અંદર સલામત અને નિયંત્રિત વાતાવરણ જાળવવા માટે તમામ દરવાજા બંધ રાખવામાં આવે અને વધુ પ્રવેશની મંજૂરી આપવામાં ન આવે.” નિવેદનમાં ઉમેરવામાં આવ્યું કે, ICC એ ECBને આ ઘટનાઓની સંપૂર્ણ તપાસ કરવા કહ્યું છે અને ભવિષ્યમાં આ સ્થિતિનું પુનરાવર્તન ન થાય તેની ખાતરી કરવા માટે અધિકારીઓ સાથે મળીને કામ કરશે. ICC, BCCI અને ECB પણ માન્ય ટિકિટ ધરાવતા કોઈપણ ચાહકોની માફી માંગે છે જેઓ આ ગડબડી અને પોલીસનાં દ્વારા ગેટ બંધ કરવાની સૂચનાઓને કારણે સ્ટેડિયમમાં પ્રવેશવામાં અસમર્થ રહ્યા હતા અને તેમને આગળની મેચો માટે ટિકિટ પ્રદાતાનો સંપર્ક કરવા વિનંતી કરી છે.