Not Set/ GCA નો મોટો નિર્ણય, હવે પછીની મેચ દર્શકો વિના જ રમાશે

GCA નો મોટો નિર્ણય, હવે પછીની મેચ દર્શકો વિના જ રમશે

Top Stories Sports
strome 1 15 GCA નો મોટો નિર્ણય, હવે પછીની મેચ દર્શકો વિના જ રમાશે

ગુજરાત રાજ્યમાં  કોરોનાનો ગ્રાફ સતત ઉંચો જઈ  રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યોછે. ત્યારે અમદાવાદના નરેન્દ્રમોદી સ્ટેડીયમ માં રમનાર મેચ અંગે GCA એ મોટો નિર્ણય લીધો. શહેરમાં વધતા કોરોનાને લઈને GCA દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પછી રમનાર આગામી મેચમાં દર્શકોને એન્ટ્રી આપવામાં આવશે નહિ.

અમદાવાદના  નરેન્દ્ર  મોદી  સ્ટેડીયમ માં રમનાર આગામી  ટી-20 માં દર્શકોને  પ્રવેશ નહી આપવા અંગે મોટો નિર્ણય gca દ્વારા લેવામાં આવ્યો છે. હવે પછીની મેચ દર્શકો વિના જ  રમાશે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં માર્ચ 16, 18 અને 20ની ટી-20 મેચ પ્રેક્ષકો વગર રમાશે. ટિકિટ ખરીદનારા પ્રેક્ષકોને રીફંડ મળશે.

રાજ્યમાં સતત વધતા જતા કોરોના કેસોને પગલે ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાનારી બાકીની ટી-20 મેચો પ્રેક્ષકો વગર બંધબારણે રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે પ્રેક્ષકોએ માર્ચ 16, માર્ચ 18 અને માર્ચ 20, 2021ની મેચ માટે ટિકિટ ખરીદી હશે તેમને નાણાં પરત કરવામાં આવશે.

કોરોનાના વધતા જતા કેસોને કારણે જી.સી.એ. દ્વારા બી.સી.સી.આઇ. સાથે ચર્ચાવિચારણા કરીને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની અમદાવાદમાં રમાનારી બાકીની ટી-20 ઇન્ટરનેશનલ મેચો બંધ બારણે રમાડવાનો અને દર્શકોને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે લોકોએ ટિકિટ ખરીદી છે તેમને નાણાં પરત આપવાની પોલિસી તૈયાર કરવામાં આવશે. જે લોકોને કોમ્પ્લીમેન્ટરી ટિકિટ આપવામાં આવી છે તેમને સ્ટેડિયમ નહીં આવવા માટે વિનંતી કરવામાં આવે છે, એમ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ  ધનરાજ નથવાણીએ જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારતઅને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટી -20 મેચ રમાશે. ભારતે ગઈકાલે બીજી ટી -20 જીતીને અને ઈંગ્લેન્ડને સાત વિકેટથી હરાવીને શ્રેણીને બરાબર કરી દીધી છે. તેદરમિયાન, ઇંગ્લેન્ડે પ્રથમ રમતમાં સારી બેટિંગ કરી હતી, પરંતુ બીજી રમતમાં ભારતે સારી રમત રમી હતી.