India vs Australia 2nd T20I/ ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવ્યું, રોહિતે રમી કેપ્ટનશિપ ઇનિંગ

ભારતે ત્રણ મેચની T20I શ્રેણીની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું આ જીત સાથે ભારતે શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે

Top Stories Sports
9 30 ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવ્યું, રોહિતે રમી કેપ્ટનશિપ ઇનિંગ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની બીજી મેચ નાગપુરમાં રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ T20માં ભારતને ચાર વિકેટે હરાવ્યું હતું. બીજી T20માં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા બંનેએ બે-બે ફેરફાર કર્યા છે. મેચ આઠ ઓવરની હતી. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ આઠ ઓવરમાં પાંચ વિકેટે 90 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 7.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી છે.

ભારતે બીજી T20Iમાં ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવ્યું. આ જીત સાથે સિરીઝ પણ 1-1થી ડ્રો થઈ ગઈ છે. 25 સપ્ટેમ્બરે હૈદરાબાદમાં ત્રણ મેચોની T20 શ્રેણીની નિર્ણાયક મેચ રમાશે.

ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ 46 રન બનાવ્યા હતા. 91 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતની શરૂઆત સારી રહી હતી. કેપ્ટન રોહિત શર્માએ શરૂઆતની ઓવરમાં અનેક સિક્સર ફટકારીને ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. ભારતની પહેલી વિકેટ ત્રીજી ઓવરમાં કેએલ રાહુલના રૂપમાં પડી. રાહુલ 6 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો હતો. વિરાટ કોહલી 6 બોલમાં 11 રન બનાવીને આઉટ થયો હતો. સૂર્યકુમાર ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થયો હતો. હાર્દિક 9 બોલમાં 9 રન બનાવી શક્યો હતો. છેલ્લી ઓવરમાં દિનેશ કાર્તિકે પહેલા બોલ પર સિક્સર અને બીજા બોલ પર ફોર ફટકારીને ભારતને જીત અપાવી હતી.