Not Set/ અબ્દુલરાઝક ગુરનાહને સાહિત્યમાં મળ્યો નોબેલ એવોર્ડ

શરણાર્થીઓની સમસ્યાઓ તેમના લખાણોમાં વધુ વર્ણવવામાં આવી છે. તેમણે 21 વર્ષની ઉંમરે લખવાનું શરૂ કર્યું, જોકે તેમની લેખનની ભાષા શરૂઆતમાં સ્વાહિલી હતી. બાદમાં તેમણે તેમના સાહિત્યિક લેખનમાં અંગ્રેજી ભાષા જોવા મળી હતી

Top Stories India
Untitled 161 અબ્દુલરાઝક ગુરનાહને સાહિત્યમાં મળ્યો નોબેલ એવોર્ડ

અબ્દુલરાઝક ગુરનાહનો જન્મ 1948માં થયો હતો અને ઝાંઝીબાર ટાપુ પર તેઓનું બાળપણ વિત્યુ હતુ. પરંતુ તે 1960ના અંતમાં શરણાર્થી તરીકે ઈંગ્લેન્ડ પહોંચ્યા હતા. ગુરનાહની ચોથી નવલકથા ‘પેરેડાઈઝ’ 1994માં તેમને લેખક તરીકે માન્યતા આપવામાં આવી હતી.

વર્ષ 1990ની આસપાસ પૂર્વ આફ્રિકાની સંશોધન યાત્રા દરમિયાન તેમણે એક પુસ્તક લખ્યુ હતું. જે એક દુ:ખદ કહાની છે જેમાં તેણે અલગ અલગ દુનિયા અને માન્યતાઓ એકબીજા સાથે કઈ રીતે ટકરાય છે, તેના વિશે વર્ણન કર્યુ છે.આજકાલ તે બ્રિટનમાં રહે છે. આ એવોર્ડ જીતનાર તે પ્રથમ આફ્રિકન  બની ગયા છે. તેમણે 21 વર્ષની ઉંમરથી અંગ્રેજીમાં લખવાનું શરૂ કર્યું હતુ. તેઓ યુનિવર્સિટી ઓફ કેન્ટ, કેન્ટરબરીમાં અંગ્રેજી અને પોસ્ટકોલોનિયલ લિટરેચરના પ્રોફેસર પણ રહી ચૂક્યા છે.

આ પણ વાંચો ;નવરાત્રી બગડશે કે શું? / અમદાવાદના કેટલાક વિસ્તારોમાં જોરદાર વરસાદ તૂટી પડ્યો

અબ્દુલરાઝકે જે રીતે શરણાર્થી અનુભવનું વર્ણન કર્યું છે તે દુર્લભ છે. તેમણે શરણાર્થીઓના જીવનમાં કેવી પરિસ્થિતિઓ ઉભી થાય છે જેને ઉકેલી શકાતી નથી,તેનુ વિસ્તૃતમાં વર્ણન કર્યુ છે. અબ્દુલરાઝક ગુરનાહે 10 નવલકથાઓ અને કેટલીક ટૂંકી વાર્તાઓ પ્રકાશિત કરી છે.

શરણાર્થીઓની સમસ્યાઓ તેમના લખાણોમાં વધુ વર્ણવવામાં આવી છે. તેમણે 21 વર્ષની ઉંમરે લખવાનું શરૂ કર્યું, જોકે તેમની લેખનની ભાષા શરૂઆતમાં સ્વાહિલી હતી. બાદમાં તેમણે તેમના સાહિત્યિક લેખનમાં અંગ્રેજી ભાષા જોવા મળી હતી.

આ પણ વાંચો ;Interesting / દુનિયાનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે જાપાન-સિંગાપુરનો, જાણો ભારત કયા ક્રમે