ટાર્ગેટ કિલિંગ/ કાશ્મીરમાં ફરી આતંકી હુમલો,બડગામમાં પરપ્રાંતિય મજૂરોને નિશાન બનાવ્યા,એકનું મોત બે ઘાયલ

કાશ્મીર ખીણમાં ટાર્ગેટ  હત્યાઓ ચાલુ છે. 24 કલાકથી ઓછા સમયમાં આતંકવાદીઓએ ફરી એકવાર બિન-કાશ્મીરી લોકો પર હુમલો કર્યો છે.

Top Stories India
5 3 કાશ્મીરમાં ફરી આતંકી હુમલો,બડગામમાં પરપ્રાંતિય મજૂરોને નિશાન બનાવ્યા,એકનું મોત બે ઘાયલ

કાશ્મીર ખીણમાં ટાર્ગેટ  હત્યાઓ ચાલુ છે. 24 કલાકથી ઓછા સમયમાં આતંકવાદીઓએ ફરી એકવાર બિન-કાશ્મીરી લોકો પર હુમલો કર્યો છે. બડગામમાં ગુરુવારે રાત્રે આતંકવાદીઓએ ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા મજૂરોને નિશાન બનાવ્યા હતા. હુમલામાં એક મજૂરનું મોત થયું છે જ્યારે બે ઘાયલ હોવાનું કહેવાય છે.

ઘાયલ મજૂરોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય આજે (ગુરુવારે) સવારે આતંકવાદીઓએ બડગામમાં જ એક બેંક કર્મચારીને ગોળી મારી દીધી હતી, જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ પહેલા મંગળવારે જ આતંકવાદીઓએ કુલગામમાં એક હિન્દુ મહિલા શિક્ષિકાની ગોળી મારીને હત્યા કરી હતી.

આજે વહેલી સવારે જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓએ બેંક પરિસરમાં રાજસ્થાન સાથે સંબંધ ધરાવતા બેંક કર્મચારીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ખીણમાં 1 મે પછી આ ત્રીજી વખત છે જ્યારે બિન-મુસ્લિમ સરકારી કર્મચારીની હત્યા કરવામાં આવી છે. તે જ સમયે, છેલ્લા એક મહિનામાં ટાર્ગેટ કિલિંગનો આ આઠમો કેસ છે.