Not Set/ અમેરિકામાં ફસાયેલા 225 ભારતીઓને લઇને સ્વદેશ પહોંચ્યું એર ઈન્ડિયાનું પહેલુ વિમાન

કેન્દ્ર સરકાર કોરોના વાયરસનાં કારણે લોકડાઉનમાં ફસાયેલા ભારતીઓને વિદેશથી પરત લાવવા માટે સતત પ્રયત્નો કરી રહી છે. વંદે ભારત મિશન અંતર્ગત વિદેશમાં ફસાયેલા ભારતીઓને પરત લાવવામાં આવી રહ્યા છે. આ મિશન અંતર્ગત અમેરિકાનાં સેન ફ્રેન્સિસ્કોથી 225 ભારતીયોને લઇને એર ઇન્ડિયાનું પહેલું વિમાન મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યું છે. યુ.એસ.નાં સેન ફ્રેન્સિસ્કો શહેરથી 225 ભારતીયોને લઇને આ […]

India
9f468b383dc71b19dd0dd9d3cf7f1b90 1 અમેરિકામાં ફસાયેલા 225 ભારતીઓને લઇને સ્વદેશ પહોંચ્યું એર ઈન્ડિયાનું પહેલુ વિમાન

કેન્દ્ર સરકાર કોરોના વાયરસનાં કારણે લોકડાઉનમાં ફસાયેલા ભારતીઓને વિદેશથી પરત લાવવા માટે સતત પ્રયત્નો કરી રહી છે. વંદે ભારત મિશન અંતર્ગત વિદેશમાં ફસાયેલા ભારતીઓને પરત લાવવામાં આવી રહ્યા છે. આ મિશન અંતર્ગત અમેરિકાનાં સેન ફ્રેન્સિસ્કોથી 225 ભારતીયોને લઇને એર ઇન્ડિયાનું પહેલું વિમાન મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યું છે. યુ.એસ.નાં સેન ફ્રેન્સિસ્કો શહેરથી 225 ભારતીયોને લઇને આ વિશેષ એર ઇન્ડિયા વિમાન સોમવારે વહેલી સવારે મુંબઈ પહોંચી ગયું હતું. વિદેશ પ્રધાન એસ જયશંકરે ખુદ ટ્વિટ કરીને આ માહિતી આપી છે.

આપને જણાવી દઈએ કે, કોવિડ-19 ને કારણે અમેરિકામાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઠવાની કામગીરી કરવામાં આવી રહી છે. ન્યૂજર્સીથી મુંબઇ અને અમદાવાદ જવા રવાના થઈ છે, જે ટૂંક સમયમાં આવી જશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, અમેરિકામાં ફસાયેલા ભારતીઓને સ્વદેશ લાવા માટે અન્ય પાંચ ફ્લાઇટ્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.