ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભારતીય ટેનિસ સ્ટાર રોહન બોપન્ના અને ફ્રાંસના સાથી ખેલાડી એડૌર્ડ રોજર વાસેલિનની જોડીને ફટકો લાગ્યો છે. સોમવારે રમાયેલી મેન્સ ડબલ્સની પ્રી ક્વાટર ફાઈનલની મેચમાં બોપન્ના અને વાસેલિનની જોડીને ક્રોએશિયન-ઑસ્ટ્રિયાની મેટ પાવીક અને ઓલિવર મેરચની જોડીએ ચાર સેટ સુધી ચાલેલી મેચમાં હાર આપી હતી અને આ સાથે ઓસ્ટ્રેલિયન ઓપનમાં બહાર નીકળી ગયો છે.
પ્રી ક્વાટર ફાઈનલ મેચમાં પ્રથમ સેટ હારી ગયા બાદ ઈન્ડો-ફ્રાન્સની જોડીએ બીજા સેટમાં બરાબરી કરી હતી પણ તે આ લીડને જાળવી રાખવામાં નિષ્ફળ નીવડી હતી અને રોમાંચક બનેલી મેન્સ ડબલ્સની મેચમાં પાવીક અને મેરચની જોડી સામે ૪-૬, ૭-૬ (૭-૫), ૩-૬ થી હાર થઇ હતી.
આ ઉપરાંત અન્ય ભારતીય ખેલાડી ડીવીજ શરન અને અમેરિકાના સાથી પાર્ટનર રાજીવ રામની જોડી પણ અંતિમ-૧૬માં એન્ટ્રી મેળવવામાં નિષ્ફળ નીવડી હતી. શરન અને પાવીકની જોડીને લુકાઝ કુબોટ અને માર્સેલો મેલોની જોડીએ ૬-૩, ૬-૭ (૪-૭), ૪-૬ થી રોમાંચક મેચમાં હરાવ્યા હતા.