ભારતીય પુરૂષ હોકી ટીમે મંગળવારે ટોક્યો ઓલિમ્પિકમાં સ્પેનને હરાવીને ગ્રુપ A માં બીજા સ્થાન માટે દાવો કર્યો હતો. ભારતને વર્લ્ડ નંબર 2 ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તેણે ન્યૂઝીલેન્ડ અને સ્પેનને હરાવ્યું છે. તેથી, ક્વાર્ટર ફાઇનલમાં ભારતનો પ્રવેશ લગભગ નિશ્ચિત છે. પરંતુ એક સવાલ એ પણ વધારે ચર્ચામાં છે કે શું ભારત હોકીમાં છેલ્લા 41 વર્ષથી ચાલી રહેલા મેડલનાં દુકાળનો અંત લાવી શકશે?
આ પણ વાંચો – નિવેદન / બાબુલ સુપ્રિયોએ કહ્યું કે બાબા રામદેવના કહેવાથી 2014માં ભાજપમાં જોડાયો હતો
ભારતે છેલ્લે 1980 માં હોકીમાં મેડલ જીત્યો હતો. ભારતને 1980 મોસ્કો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મળ્યો હતો. પરંતુ ત્યાર બાદ ભારત સેમીફાઇનલ પણ રમી શક્યું નથી. 1984 માં ભારતીય ટીમ પાંચમાં સ્થાને રહી હતી. જ્યારે 1988 માં છઠ્ઠો, 1992 માં સાતમો, 1996 માં આઠમો, વર્ષ 2000 અને 2004 માં સાતમો. ભારતીય ટીમ 2008 નાં બેઇજિંગ ઓલિમ્પિક માટે પણ ક્વોલિફાય થઇ શકી નથી. આ પછી, ભારતીય ટીમ 2012 માં 12 માં અને 2016 માં આઠમા ક્રમે હતી. હાલમાં ભારતીય હોકી ટીમની વર્લ્ડ રેન્કિંગ 4 છે. તેનાથી આગળ બેલ્જિયમ, ઓસ્ટ્રેલિયા અને હોલેન્ડ છે. ભારતને ઓસ્ટ્રેલિયા સામે 7-1થી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા સિવાય આર્જેન્ટિના, ન્યૂઝીલેન્ડ, સ્પેન અને જાપાન ગ્રુપ A માં છે. ભારતે હજુ આર્જેન્ટિના અને જાપાન સામે મેચ રમવાની બાકી છે. બંને ગ્રુપની ટોચની 4 ટીમો ક્વાર્ટર ફાઇનલ માટે ક્વોલિફાઇ થશે. ભારત અત્યારે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. હવે ભારતને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે ઓછામાં ઓછી એક જીત જરૂરી છે.
આ પણ વાંચો – Friendship day / આજે દેશમાં ઉજવવામાં આવે છે ફ્રેન્ડશીપ ડે, જાણો શું છે તેનો ઈતિહાસ?
વળી બીજી તરફ ભારતીય મહિલા હોકી ટીમે દક્ષિણ આફ્રિકાને 4-3થી હરાવીને 41 વર્ષ બાદ ઓલિમ્પિક ક્વાર્ટર ફાઇનલમાં ક્વોલિફાય કર્યું છે અને બાદમાં ગ્રેટ બ્રિટને શનિવારે ટોક્યોમાં આયર્લેન્ડને 2-0થી હરાવીને નોકઆઉટ તબક્કામાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું છે. ભારતે આયર્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે સતત જીત સાથે ગ્રુપ એ લીગની કાર્યવાહી છ પોઇન્ટ પર સમાપ્ત કરી અને હવે સોમવારે ક્વાર્ટર ફાઇનલમાં પૂલ બી ટોપર્સ ઓસ્ટ્રેલિયા સામે તે ટકરાશે. દરેક પૂલમાંથી ટોચની ચાર ટીમોએ નોકઆઉટ સ્ટેજમાં સ્થાન મેળવ્યું છે.