હવામાન ખાતા/ રાજય માં આગામી ૪ દિવસ અતિભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે

Gujarat Others
Untitled 2 રાજય માં આગામી ૪ દિવસ અતિભારે વરસાદની આગાહી

    સમગ્ર રાજય માં   છેલ્લા  ૪  દિવસથી  વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે . જે અંતર્ગત  લોકો ગરમીમાંથી રાહત અનુભવે છે . ત્યારે રાજય માં હજુ  આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  જેમાં આગામી 2 દિવસમાં ઉત્તર ગુજરાત, મધ્યગુજરાત, તેમજ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે . જયારે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે  તેવી આગાહી કરવામાં આવી છે. 2 ઓગષ્ટ અને 3 ઓગષ્ટએ રાજ્યમાં વરસાદનું જોર વધશે. કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં હજૂ પણ 29 ટકા વરસાદની ઘટ છે. રાજય માં આગામી ૪ દિવસ અતિભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે. જ્યારે ગીર,સોમનાથ,નવસારી,પોરબંદર,વલસાડ સહિતના પંથકમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 33 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી વધુ વરસાદ વલસાડમાં 33.70 ટકા નોંધાયો છે. રાજ્યમાં વરસાદની વાત કરીએ અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં 20.23 ઈંચ સિઝનનો વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં આગામી ચાર દિવસ દરિયો તોફાની રહેવાની શક્યતા છે. જેના પગલે આગામી 4 દિવસ ગુજરાતના તમામ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. જેમાં 1 ઓગસ્ટથી 4 ઓગસ્ટ સુધી દરિયો તોફાની રહેવાની સૂચના આપવામાં આવી છે. જેમાં આગામી 4 દિવસ અરબી સમુદ્રમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. તેમજ દરિયામાં 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શકયતા છે.