Not Set/ પ્રચાર માટે આવેલા મોરબી ભાજપ ઉમેદવારનો લોકોએ લીધો ઉધડો, જુઓ આ વીડિયો

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકની પેટા-ચૂંટણી માટે પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. તમામ પક્ષ પોત પોતાનાં ઉમેદવાર માટે સંલગ્ન મત વિસ્તારો ખુંદી પ્રચાર કરી રહ્યા છે. કોરોનાનાં કારણે મોટી રેલીઓ અને સભા જોવામાં નથી આવી રહી, ત્યારે સાપ્રાંત પરિસ્થિતમાં ઉમેદવારો પોતાનાં પ્રચાર માટે લોક સંપર્ક કરી રહ્યા છે. લોકો વચ્ચે જઇને પોતાની વાત રાખવીએ ચૂંટણીમાં આમ […]

Top Stories Gujarat Others Politics
Capture પ્રચાર માટે આવેલા મોરબી ભાજપ ઉમેદવારનો લોકોએ લીધો ઉધડો, જુઓ આ વીડિયો

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકની પેટા-ચૂંટણી માટે પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. તમામ પક્ષ પોત પોતાનાં ઉમેદવાર માટે સંલગ્ન મત વિસ્તારો ખુંદી પ્રચાર કરી રહ્યા છે. કોરોનાનાં કારણે મોટી રેલીઓ અને સભા જોવામાં નથી આવી રહી, ત્યારે સાપ્રાંત પરિસ્થિતમાં ઉમેદવારો પોતાનાં પ્રચાર માટે લોક સંપર્ક કરી રહ્યા છે. લોકો વચ્ચે જઇને પોતાની વાત રાખવીએ ચૂંટણીમાં આમ તો અનિવાર્ય કહી શકાય, પરંતુ અનેક ઉમેદવારો એવા હોય છે જે લોકો વચ્ચે જતા જ લોકોનો મિઝાજ બદલી જાય છે અને આવા જ દ્રશ્યો મોરબીમાં પણ સર્જાયા હોવાનું સામે આવી રહ્યું છે. 

જી હા, મોરબી-માળિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપનાં ઉમેદવાર લોકો વચ્ચે જતા જ લોકોએ નેતાજીનો ઉધડો લઇ નાખ્યો હતો. હવે સોશિયલ મીડિયાનાં આ જમાનામાં આવ મામલે ઉતરેલી વીડિયો ક્લિપ વાઇરલ ન થાય તો જ નવાઇ અને આવી નવાઇમાં લોકોને જરા પણ સર નથી તે પણ સાબિત ત્યારે થઇ ગયું જ્યારે તુરંતમાં જ ભાજપનાં ઉમેદવાર બ્રિજેશ મેરજાનો લોકો દ્વારા ઉધડે લેવામાં આવ્યો હતો તે વીડિયો વાયરલ થયો.

વાઇરલ વીડિયોમાં લોકો દ્વારા મેરજા ટાઇમે કદી ફોન ન ઉપાડતા હોવાની વાતચીત સાથે સાથે રજુઆત કરવા છતાં કામ ન થતા હોવાની રાવ પણ જોવામાં આવી. આવો તો જોઇએ શું ઉધડો લીધો લોકોએ નેતાજીનો…જો કે, આ વાઇર થયેલો વીડિયો હોય મંતવ્ય ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ નથી કરી રહ્યું…