Not Set/ #INDvAUS : ત્રીજી ટેસ્ટમાં સદી ફટકારવાની સાથે જ પુજારાએ આ દિગ્ગજ ખેલાડીને છોડ્યો પાછળ

મેલબર્ન, મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમે પ્રથમ ઇનિંગ્સ ૪૪૩ રનના સ્કોરે ડિક્લેર કરી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારત તરફથી મિડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ શાનદાર સદી ફટકારી હતી, જયારે કેપ્ટન કોહલીએ ૮૨ રન બનાવ્યા હતા. જો કે મેલબર્ન ટેસ્ટમાં આ શ્રેણીની બીજી અને કેરિયરની […]

Trending Sports
20171211090109 GettyImages 825867408 #INDvAUS : ત્રીજી ટેસ્ટમાં સદી ફટકારવાની સાથે જ પુજારાએ આ દિગ્ગજ ખેલાડીને છોડ્યો પાછળ

મેલબર્ન,

મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમે પ્રથમ ઇનિંગ્સ ૪૪૩ રનના સ્કોરે ડિક્લેર કરી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારત તરફથી મિડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ શાનદાર સદી ફટકારી હતી, જયારે કેપ્ટન કોહલીએ ૮૨ રન બનાવ્યા હતા.

જો કે મેલબર્ન ટેસ્ટમાં આ શ્રેણીની બીજી અને કેરિયરની ૧૭મી સદી બનાવવાની સાથે જ પુજારાએ ભૂતપૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીને પાછળ છોડી દીધા છે. આ પહેલા ગાંગુલીએ પોતાના ટેસ્ટ કેરિયરમાં ૧૬ સદી ફટકારી હતી.

આ ઉપરાંત ભારતીય તરફથી સૌથી વધુ ટેસ્ટ સેન્ચ્યુરી ફટકારવાના મામલે પુજારાએ વીવીએસ લક્ષ્મણની (૧૭ સદી) બરાબરી  કરી છે.

ભારતની પ્રથમ ઇનિંગ્સ દરમિયાન પુજારા અને કેપ્ટન કોહલી વચ્ચે ત્રીજી વિકેટ માટે ૧૭૦ રનની મહત્વની ભાગીદારી થઇ હતી. જેમાં કોહલીએ ૮૨ રન જયારે પુજારાએ ૭૨ રન બનાવ્યા હતા.