Ajab Gajab News/ આ શહેરના જમીન નીચે સળગી રહી છે આગ, આગામી 100 વર્ષ સુધી ઓલવાશે નહીં

આગને ઓલવવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ હજુ સુધી તે ઓલવાઈ નથી. અત્યારે પણ જમીનમાં પડેલી તિરાડોમાંથી કાર્બન મોનોક્સાઇડ જેવો ઝેરી વાયુ બહાર આવતો રહે છે…

Ajab Gajab News Trending
Burning Ground City

Burning Ground City: એક શહેર દાયકાઓથી આગમાં છે. ખાસ વાત એ છે કે આ આગ જમીનની નીચે બળી રહી છે. હાલમાં પણ શહેરની જમીનમાં રહેલી તિરાડોમાંથી ઝેરી ગેસ નીકળતો રહે છે. દાવો કરવામાં આવે છે કે આગામી 100 વર્ષ સુધી આ આગ ઓલવાની નથી. આ દુર્ઘટના હોવા છતાં, કેટલાક લોકો હજુ પણ શહેરમાં રહે છે. શહેરનું નામ સેન્ટ્રલિયા છે. તે પેન્સિલવેનિયા રાજ્યમાં છે, જે અમેરિકાના પૂર્વ કિનારે આવેલું છે. આ શહેર તેની ખાણો માટે પ્રખ્યાત હતું. પરંતુ મે 1962માં બનેલી એક ઘટનાએ આ શહેરનું ભવિષ્ય સંપૂર્ણપણે બદલી નાખ્યું. ત્યારે શહેરમાં એક કચરાના ઢગલામાં આગ લાગી હતી. આ આગ ફેલાઈ ગઈ અને જમીનથી હજારો ફૂટ નીચે કોલસાની ખાણ સુધી પહોંચી ગઈ. આ ઘટનાને લગભગ 60 વર્ષ થઈ ગયા છે અને હજુ પણ આ આગ ઓલવાઈ નથી.

આગને ઓલવવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ હજુ સુધી તે ઓલવાઈ નથી. અત્યારે પણ જમીનમાં પડેલી તિરાડોમાંથી કાર્બન મોનોક્સાઇડ જેવો ઝેરી વાયુ બહાર આવતો રહે છે. જેના કારણે શહેરમાં રહેવું ખૂબ જોખમી છે. શહેરમાં આવતા પ્રવાસીઓ માટે અલગ-અલગ વિસ્તારોમાં ચિહ્નો મુકવામાં આવ્યા છે. જેથી તે લોકો એવા સ્થળોએ ન જાય જે જોખમી હોય. આગની ઘટનાની માહિતી મળ્યા પછી વર્ષ 1983માં સરકારે મોટાભાગના રહેવાસીઓને અહીંથી ખસેડ્યા અને તેમના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.

વર્ષ 1890 માં સેન્ટ્રલિયા શહેરમાં લગભગ 2,700 લોકો રહેતા હતા. પરંતુ વર્ષ 2020માં આ સંખ્યા ઘટીને માત્ર 5 થઈ ગઈ. ધ ટ્રાવેલના અહેવાલો અનુસાર વર્ષ 2022 સુધીમાં આ શહેરનું જોડાણ બાકીના શહેરોથી લગભગ કપાઈ ગયું છે. શહેર સાવ નિર્જન બની ગયું છે. જો કે, 2013 માં શહેરના બચી ગયેલા લોકોએ મોટી કાનૂની લડાઈ જીતી હતી. અધિકારીઓ શહેરમાં હાજર લોકોને અહીંથી ખસેડવા માંગતા હતા. પરંતુ કોર્ટે તેમને શહેરમાં રહેવાની મંજૂરી આપી હતી.

સરકારે કહ્યું છે કે આ આગ આગામી 100 વર્ષ સુધી આ રીતે સળગી શકે છે. આ પછી આ આગ પોતાની મેળે સંપૂર્ણપણે બુઝી જશે. સપ્ટેમ્બર 2021માં ફેડરલ ઑફિસ ઑફ સરફેસ માઇનિંગ દ્વારા ડેટા બહાર પાડવામાં આવ્યો હતો. આ મુજબ, ઓછામાં ઓછી 259 ભૂગર્ભ ખાણો હશે જેમાં આગ લાગી હશે.

આ પણ વાંચો: ગુજરાત / અમદાવાદીઓને મળશે નવું નજરાણું : પીએમ દ્વારા નવ નિર્માણ ફૂટ ઓવર બ્રીજનું થશે ઓકાર્પણ