ગુજરાત/ ગાંધીનગર જિલ્લામાં 40 હજાર પશુઓનું કરાયું રસીકરણ

જિલ્લામાં 40 હજાર પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. લમ્પી નામના રોગથી પશુઓને બચાવવા માટે પશુપાલકોને મનીરલ મિક્ષર પાઉડર પશુઓને ખવડાવવા માટેની ભારપૂર્વક અપીલ જિલ્લા પશુપાલન અધિકારીએ કરી છે.

Gujarat Others
રસીકરણ

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અંબોડ અને દેલવાડ ગામના પાંચ પશુઓમાં લમ્પીના શંકાસ્પદ ચિન્હો જોવા મળ્યા હતા. પાંચેય પશુઓને પ્રાથમિક અસર હતી. જેમને યોગ્ય સારવાર આપવામાં આવી છે. હાલમાં આ પાંચેય પશુઓ તંદુરસ્ત છે. જિલ્લામાં 40 હજાર પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. લમ્પી નામના રોગથી પશુઓને બચાવવા માટે પશુપાલકોને મનીરલ મિક્ષર પાઉડર પશુઓને ખવડાવવા માટેની ભારપૂર્વક અપીલ જિલ્લા પશુપાલન અધિકારીએ કરી છે.

જિલ્લા પશુપાલન અધિકારી શ્રી એસ.આઇ.પટેલે જણાવ્યું છે કે, માણસા તાલુકાના અંબોડ અને દેલવાડ ગામના 5 પશુઓમાં લમ્પી રોગના શંકાસ્પદ ચિન્હો જોવા મળ્યા હતા. અંબોડ ગામના દિલીપસિંહ ચાવડાની એક ગાયને તા. 17મી ઓગસ્ટના રોજ શંકાસ્પદ ચિન્હો દેખાતા તેને જરૂરી સારવાર આપવામાં આવી હતી. આજુબાજુના 300 પશુઓનું જરૂરી વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. દેલવાડ ગામમાં શૈલેષભાઇ પટેલની એક ગાયને અઠવાડિયા પહેલા શંકાસ્પદ ચિન્હો જણાયા હતા. ગાયને યોગ્ય સારવાર આપવામાં આવી હતી. આસપાસમાં રહેતા 100 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. દેલવાડના અરવિંદભાઇ પટેલ અને મંગાજી ઠાકોરની એક- એક ગાયમાં સામાન્ય શંકાસ્પદ ચિન્હો જણાતાં તે બન્ને પશુને યોગ્ય સારવાર આપવામાં આવી હતી. ગામના અન્ય 200 પશુઓનું તા. ૨૦મી ઓગસ્ટરના રોજ રસીકરણ કરવામાં આવ્યું છે. હાલમાં આ તમામ પશુઓ તંદુરસ્ત છે. બન્ને ગામમાં અન્ય કોઇપણ પશુઓમાં આ રોગની અસર નથી.

પશુપાલન અધિકારી વઘુમાં જણાવ્યું છે કે જિલ્લામાં લમ્પી સ્કીન ડીસીઝની અસર પશુઓમાં ન ફેલાય તે માટે કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુઘી જિલ્લામાં 40 હજાર પશુઓમાં રસીકરણની કામગીરી કરવામાં આવી છે. તેમજ લમ્પી અંગેની જનજાગૃત્તિ લાવવા જિલ્લાના તમામ ગામમાં કેમ્પો યોજવામાં આવ્યા છે. આ કેમ્પ દરમ્યાન રોગના લક્ષણો, રોગ કેવી રીતે ફેલાય છે, તેને રોકવા શું તકેદારી રાખવાની છે, જેવી અનેક બાબતોની પશુપાલકોને જાગૃત કરવામાં આવ્યા છે. લમ્પી નામના રોગની અસર પશુઓમાં 20 થી 25 દિવસે દેખાય છે. પશુઓના લે-વેચ પર રોક લગાવવામાં આવી છે.

લમ્પી બિમારી અટકાવવાના ઉપાયો : આ રોગના લક્ષણો ઘરાવતા પશુને સૌ પ્રથમ અલગ કરવું અને ચરવા માટે છૂટું મુકવું નહી. રોગગ્રસત વિસ્તારમાંથી પશુનું સ્થળાંતર બંઘ કરવું. માખી-મચ્છર, ઇતરડીના ઉપદ્વવ અટકાવવા માટે યોગ્ય દવાનો છંટકાવ કરવો જોઇએ. Goat Pox Vaccine નું રસીકરણ કરીને રોગને અટકાવી શકાય છે. પશુઓની રોગપ્રતિકારક શક્તિ વઘારવા માટે મનીરલ મિક્ષર ખવડાવવું. વરસાદી સિઝનમાં પશુઓના રહેણાંકની આજુબાજુ પાણી ન ભરાય અને મચ્છર – માખીનો ઉપદ્વવ ન થાય તેની ખાસ તકેદારી રાખવી.

લમ્પીથી બચવા ઘરગથ્થુ આયુર્વેદિક ઉપચાર : લીમડાના પાનને પાણીમાં નાખી ગરમ કરી અઠવાડિયામાં બે દિવસ પશુઓને નવડાવવા જોઇએ. લીમડાના પાનનો ઘુમાડો કરવો. ચાર મુઠ્ઠી લીમડાના પાન, ચાર મુઠ્ઠી તુલસીના પાન, એક કળી લસણ, એક મુઠ્ઠી હળદર પાઉડર, તથા એક પાન એલોવેરાનો મીક્ષર પેસ્ટ( મલમ) બનાવી પશુના શરીર પર જયાં ચાંદા હોય ત્યાં દરરોજ ચાર દિવસ લગાવવું. તેમજ 10 નંગ નાગરવેલના પાન, 10 ગ્રામ મરી, 10 ગ્રામ મીઠુ, 50 ગ્રામ ગોળ નું મિશ્રણ બનાવી નાના- નાના ભાગ કરીને પ્રથમ દિવસે દર ત્રણ કલાકે પશુઓને ખવડાવવું. ત્યારબાદ દિવસે આ મિશ્રણ ત્રણ વખત એમ બે અઠવાડિયા સુઘી ખવડાવવું જોઇએ.

આ પણ વાંચો:અમદાવાદીઓને મળશે નવું નજરાણું : પીએમ દ્વારા નવ નિર્માણ ફૂટ ઓવર બ્રીજનું થશે ઓકાર્પણ

આ પણ વાંચો:શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 800થી વધુ પોઈન્ટ્સ તૂટ્યો

આ પણ વાંચો:25 વર્ષ કોંગ્રેસને આપ્યા બાદ મહેન્દ્રસિંહ બારૈયાના ભજપમાં જોડવાથી શું થશે ફાયદો