Crime/ જમાલપુર શાકમાર્કેટમાં એક જ મહિનામાં ત્રણ લૂંટની ઘટના, પોલીસની કામગીરી ઉપર ઉઠયા સવાલો

અમદાવાદમાં બેફામ બની રહેલી ગુનાખોરીને ડામવા માટે પોલીસની કામગીરી નિષ્ફળ નીવડી રહી હોય તેવું શહેરના માહોલને જોતા લાગી રહ્યું છે. ગુનેગારોમાં જાણે પોલીસનો કોઈ ખોફ જ ન રહ્યું હોય તેમ અસામાજિક તત્વો ગુનાખોરીને અંજામ આપી રહ્યા છે. રોજ કમાવીને રોજ રોટલું ખાતા ગરીબ વર્ગના લોકોને પણ હવે ગુનેગારો ટાર્ગેટ બનાવી રહ્યા છે અને આવા ગરીબોના […]

Ahmedabad Gujarat
sack unloading yeshwanthpur yard1 1024x768 1 જમાલપુર શાકમાર્કેટમાં એક જ મહિનામાં ત્રણ લૂંટની ઘટના, પોલીસની કામગીરી ઉપર ઉઠયા સવાલો

અમદાવાદમાં બેફામ બની રહેલી ગુનાખોરીને ડામવા માટે પોલીસની કામગીરી નિષ્ફળ નીવડી રહી હોય તેવું શહેરના માહોલને જોતા લાગી રહ્યું છે. ગુનેગારોમાં જાણે પોલીસનો કોઈ ખોફ જ ન રહ્યું હોય તેમ અસામાજિક તત્વો ગુનાખોરીને અંજામ આપી રહ્યા છે. રોજ કમાવીને રોજ રોટલું ખાતા ગરીબ વર્ગના લોકોને પણ હવે ગુનેગારો ટાર્ગેટ બનાવી રહ્યા છે અને આવા ગરીબોના માલને લૂંટીને પોતાના મોજશોખ પુરા કરી રહ્યા છે. અહીં સવાલ એ ઉભો થાય છે કે ક્યાં સુધી આવી રીતની ગુનાખોરી શહેરમાં બનતી રહેશે ? આખરે ક્યારે પોલીસ આવા ગુનાખોરોની સામે કડકમાં કડક કાર્યવાહી કરીને ગુનાહિત પ્રવુતિઓને બનતા અટકાવશે ?

તાજેતરની જો વાત કરીએ તો જમાલપુર વિસ્તારમાં આવેલી શાક માર્કેટમાં લૂંટના બનાવો સતત વધતા જઈ રહ્યા છે. ગરીબ મજૂરોના હાથમાંથી શાકભાજીના પોટલાની લૂંટ કરીને કેટલાક અસામાજિક તત્વો માર્કેટમાં ભયનો માહોલ ઉભો કરી રહ્યા છે. ફેબ્રુઆરી માસમાં જ શાકભાજીની લૂંટની ત્રણ ઘટના બની જતા માર્કેટમાં આવતા ખેડૂતો, મજૂરો અને દુકાનના વેપારીઓ ભારે ભયભીત બની ગયા છે.

સોમવારની મોડી રાત્રે જમાલપુર શાકમાર્કેટમાં 9 નંબરની દુકાન પાસે લીલાજી પ્રજાપતિ નામના વેપારી પોતાના હાથમાં શાકભાજીનો પોટલો લઈને ઉભા હતા ત્યારે જ એક અજાણ્યો ઈસમ તેમની પાસે આવ્યો હતો અને વેપારીને છરી દેખાડીને શાકભાજીનો પોટલો આપી દેવા માટે બળજબરી કરી હતી. ઇસમના હાથમાં છરી જોઈને વેપારી હેબતાઈ ગયો હતો અને તેણે શાકભાજીનો પોટલો તે ઈસમને આપી દઈને પોતાનો જીવ બચાવ્યો હતો. ત્યારબાદ તે ઈસમ ત્યાંથી શાકભાજીનો પોટલો લઈને ભાગી જતા વેપારીએ ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ 800રૂપિયા મત્તાની લૂંટની ફરિયાદ નોંધાવી હતી.

જમાલપુર શાક માર્કેટમાં ફેબ્રુઆરી માસમાં થયેલી લૂંટની ઘટના

2 ફેબ્રુઆરીએ ગરીબ મજૂરને અજાણ્યા ઇસ્મે છરી દેખાડીને 700 રૂપિયાની શાકભાજીની લૂંટ કરી હતી.

12 ફેબ્રુઆરીએ ગરીબ મજૂરને ત્રણ અજાણ્યા ઈસમોએ છરી દેખાડીને 1500 રૂપિયાની શાકભાજીની લૂંટ કરી હતી.

23 ફેબ્રુઆરીએ પણ ગરીબ મજૂરને અજાણ્યા ઇસ્મે છરી દેખાડીને 800 રૂપિયાની શાકભાજીની લૂંટ કરી હતી.

એક જ માસમાં ત્રણ લૂંટની ઘટના બની જતા ગાયકવાડ હવેલી પોલીસની કામગીરી ઉપર સ્થાનિકો શંકા કરી રહ્યા છે. તેમના વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ કરવાના મામલે ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા જે પણ કામગીરી કરી રહી હોય તે તમામ નિષ્ફળ નીવડી છે કારણકે ત્રણેય લૂંટની ઘટના રાત્રીના સમયગાળા દરમિયાન જ બની હતી.