RMC/ રાજકોટ મનપાની આઉટસોર્સ એજેન્સીની દાદાગીરી, કર્મચારી વેક્સિન લે તો જ આપાશે પગાર

એક તરફ વિશ્વભરમાં લોકો વેક્સિનની રાહમાં બેઠા જોવામાં આવે છે અને બીજી તરફ ભારતમાં વેક્સિન આપવામાં આવવાની પ્રાયોરીટી કેટેગરીમાં આવતા લોકો અનેક ભ્રમણાનો શિકાર

Gujarat Rajkot
rmc રાજકોટ મનપાની આઉટસોર્સ એજેન્સીની દાદાગીરી, કર્મચારી વેક્સિન લે તો જ આપાશે પગાર

એક તરફ વિશ્વભરમાં લોકો વેક્સિનની રાહમાં બેઠા જોવામાં આવે છે અને બીજી તરફ ભારતમાં વેક્સિન આપવામાં આવવાની પ્રાયોરીટી કેટેગરીમાં આવતા લોકો અનેક ભ્રમણાનો શિકાર હોય તેવી રીતે વેક્સિન લેવાથી કતરાતા હોવાનું સામે આવી રહ્યું છે. વેક્સિનની અસર કે આડઅસર અને અમને અત્યાર સુધી કશું નથી થયું, તો હવે અમે શું કામે વેક્સિન લઇએ તેવી ખોટી માન્યતા સાથે અનેક લોકો જે પ્રાયોરીટી લીસ્ટમાં છે તે વેક્સિન લેવાથી કતરાઇ રહ્યા છે. સામે સરકારી તંત્ર અને અન્ય સંલગ્ન એજન્સી દ્વારા પણ પ્રાયોરીટી લીસ્ટને વેક્સિન આપવા માટે અલગ અલગ તુક્કા અજમાવી દબાણ કરવામાં આવી રહ્યાનું સામે આવી રહ્યું છે. તમામ વાતો અને હકીકતો વચ્ચે રાજકોટમાંથી આવો જ અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે.

રાજકોટમાં આઉટસોર્સ એજેન્સીની વેક્સિનેશન મામલે ખુલ્લી દાદાગીરી સામે આવી છે. રાજકોટ મનપાની મેન પાવર એજેન્સીનું તેની નીચે કામ કરતા કર્મચારી પર વેક્સિન લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાની વિગતો સામે આવી રહી છે. વેક્સિનેશન માટે દબાણ પણ કેવું કેમેન પાવર એજેન્સી દ્વારા કહી શકાય કે રીતસરનો ફતવો બહાર પડવામાં આવ્યો છે કે, જો વેક્સિન લેશો તો જ પગાર આપવામાં આવશે.

વેક્સિન લીધા બાદ જ સેલેરી આપવામાં આવશે આવું દબાણ રાજકોટ મનપાની મેન પાવર આઉટસોર્સ એજેન્સીનાં અધિકારી જી. ડી. અજમેરા દ્વારા એજન્સીમાં કામ કરાતા કર્મચારીઓને કરવામાં આવી રહ્યું છે. આ મામલે સોશ્યલ મીડિયામાં ધમકીનો મેસજ પણ વહેતો થયો છે. આઉટસોર્સ કર્મચારીઓમાં આ મામલે ભારે અસંતોષ જોવામાં આવી રહ્યો છે. અને વેક્સિનેશન માટે આવુ દબાણ કેમ તેવો પ્રશ્ન પણ ઉભો થઇ રહ્યો છે. કર્મચારીઓમાં ચર્ચા છે કે, જો એવું જ હોય તો તમામને વેક્સિનેશન ફરજીયાત કેમ નથી કરી દેતા? મરજીયાત છે તો દબાણ કેમ કરવામાં આવે છે ?

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…