@ભાવેશ રાજપૂત, અમદાવાદ
સામાન્ય રીતે પ્રજાને પોલીસથી નારાજગી અને અસંતોષ હોય છે, ત્યારે અમદાવાદના ચાંદખેડામા આવેલા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ જોવા માટે વડોદરાથી આવેલા મનીષ ભાનુશાલી નામનાં વેપારીનું 22 હજાર રોકડ અને કેર્ડિટ કાર્ડ સહિતનું ખોવાયેલુ પાકીટ ખોવાયુ હતુ. પાકિટ ખોવાઈ જતા તેમાં રહેતા અલગ અલગ બેંકનાં ક્રેડિટ કાર્ડ અને લાઈસન્સ સહિતનાં મહત્વનાં ડોક્યુમેન્ટ ગુમ થતા વેપારીએ બજારો લોકોની ભીડમાં પાકિટ પરત મેળવવાની આશા મુકી દીધી હતી અને સમયનાં અભાવે પોલીસમાં ફરિયાદ કરી ન હતી.
પોલીસ મીત્ર દીપાલી બેનને મળ્યું હતું અને દીપાલી બેનએ ચાંદખેડાના પોલીસ કોન્સ્ટેબલ ઇશ્વરસિંહને આપ્યું હતું. ચાંદખેડા પોલીસે સતત બે દિવસ સુધી પાકીટના માલીકની શોધખોળ કરી અને અંતે આ પાકિટ વડોદરનાં મનીશ ભાનુસાલી નામનાં વ્યક્તિનુ હોવાનું પોલીસને ધ્યાને આવ્યુ હતુ જેથી તેઓનો સંપર્ક કરી પોલીસે રોકડા 22 હજાર રૂપિયા ભરેલુ પાકીટ તેઓને પરત આપ્યુ હતુ. જોકે પાકિટ પરત મળતા મનીષ ભાનુશાલીએ ચાંદખેડા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.