Earthquake/ વાવાઝોડાના ખતરા વચ્ચે કચ્છમાં ભૂકંપ, જાણો કેટલી રહી તીવ્રતા

કચ્છમાં બપોરના સમયે 3.2 ની તીવ્રતાનો ધરતીકંપ નોંધાયો હતો. ભચાઉથી 5 કિલોમીટર દુર ભૂકંપનું કેન્દ્ર નોંધાયું હતું.

Top Stories Gujarat Others
ભૂકંપ

ગુજરાત પર એક તરફ બિપરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે.તો બીજી બાજુ દેશમાં અનેક વિસ્તારોમાં એક પછી એક ભૂકંપના આંચકા અનુભવાય રહ્યા છે, દિલ્હી, જમ્મુ-કાશ્મીર અને ચંડીગઢ બાદ આજે કચ્છમાં ભૂકંપના આંચકો અનુભવાયો હતો. આજે બપોરના સમયે 3.2 ની તીવ્રતાનો ધરતીકંપ નોંધાયો હતો. ભચાઉથી 5 કિલોમીટર દુર ભૂકંપનું કેન્દ્ર નોંધાયું હતું. હાલ સમગ્ર તંત્ર એલર્ટ પર પણ છે. જો કે હજી સુધી કોઇ જાન માલના નુકસાન અંગેના સમાચાર પ્રાપ્ત નથી થયા.

હાલ ભૂકંપની સાથે સાયક્લોન બિપરજોય પણ ગુજરાત માટે ચિંતાનો વિષય છે. ચક્રવાત બિપરજોય ગંભીર સ્વરૂપ ધારણ કર્યા બાદ હવે ગુજરાત તરફ આવી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાત આવતીકાલે (ગુરુવારે), 15 જૂને રાજ્યમાં લેન્ડફોલ કરશે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની 17 ટીમો તૈનાત કરવામાં આવી છે. જેમાં કચ્છમાં 4, દ્વારકા અને રાજકોટમાં 3-3, જામનગરમાં 2 અને પોરબંદરમાં 1 ટીમ તૈનાત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ચક્રવાત બિપરજોય આજે ગુજરાતના પોરબંદર અને દ્વારકાના દરિયા કિનારા પરથી પસાર થઈ શકે છે.

આ પણ વાંચો:ગુજરાતમાં થઈ શકે છે ભયંકર તબાહી, ચોમાસા પર પણ પડશે અસર?

આ પણ વાંચો:બિપરજોય ચોમાસા પર અસર નહી કરેઃ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર

આ પણ વાંચો:બિપરજોય ચોમાસા પર અસર નહી કરેઃ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર

આ પણ વાંચો:ક્યાં અને ક્યારે લેન્ડફોલ કરશે ચક્રવાત બિપરજોય, કયા સ્થળોને થશે અસર, જાણો તમામ મહત્વની બાબતો