સુરત/ ટેકસટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા આ લોકો દિવાળી ટાણે જ મુશ્કેલીમાં, કારણ જાણશો તો…

ટેક્સટાઇલ માર્કેટ પોટલા ડીલેવરી કરવાનું કામ કરતા કર્મચારીઓને પૂરતા પ્રમાણમાં કામ મળી રહ્યું નથી. સતત વધતી મોંઘવારીના કારણે લોકોની ખરીદ શક્તિમાં ઘટાડો થયો છે

Gujarat Surat
ટેક્સટાઇલ

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે હજારો લોકો જોડાયેલા છે. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ થકી આ હજારો લોકોને રોજગારી મળે છે ત્યારે ટેક્સટાઇલ માર્કેટમાં પોટલા ડિલિવરીનું કામ કરનારા લોકોને દિવાળીના તહેવારમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે આ લોકોને પ્રતિદિન કામ ખૂબ જ ઓછું મળી રહ્યું છે અને સામે દિવાળી આવી રહી છે ત્યારે રોજગારી ઓછી મળતા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરત શહેરને ટેક્સટાઈલ એન્ડ ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે. આ બે ઉદ્યોગ થકી સુરતમાં હજારો લોકોને રોજગારી મળે છે. મહત્વની વાત છે કે ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોના લોકો પણ સુરતમાં રોજગારી મેળવવા માટે આવે છે. મોટાભાગના જે પરપ્રાંતીઓ છે તે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને આ ટેક્સટાઇલ ઉદ્યોગ થકી જ પરપ્રાંતીઓના પરિવારનું ગુજરાન ચાલે છે. ત્યારે સામે દિવાળીએ ટેક્સટાઇલ ઉદ્યોગમાં કામ કરતા અને પોટલાની હેરાફેરી કરનારા લોકો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે, દિવાળી આ કર્મચારીઓ માટે ઝાંખી હોય તેવું તેમની લાગી રહ્યું છે.

ટેક્સટાઇલ માર્કેટ પોટલા ડીલેવરી કરવાનું કામ કરતા કર્મચારીઓને પૂરતા પ્રમાણમાં કામ મળી રહ્યું નથી. સતત વધતી મોંઘવારીના કારણે લોકોની ખરીદ શક્તિમાં ઘટાડો થયો છે અને તેથી શહેરની બજારોમાં પણ દિવાળીના તહેવારના ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પણ લોકોની ભીડ જોવા મળતી નથી. દર વર્ષે દિવાળીની સિઝનમાં પ્રતિદિન 1500 થી 2000 રૂપિયાની કમાણી કરનાર પોટલા ડીલેવરી કરનારને આ વર્ષે પ્રતિદિન 400 રૂપિયા પણ કમાવવામાં ખૂબ જ મુશ્કેલી થઈ રહી છે અને તેને જ લઈને આ લોકોની દિવાળી જાણે ઝાંખી પડી હોય તેવું લાગી રહ્યું છે.

મહત્વની વાત કહી શકાય કે કોરોનાની મહામારી બાદ ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓને આશા હતી કે તેમનો વેપાર ધંધો ખૂબ સારો ચાલશે પરંતુ મોંઘવારી જે રીતે વધી રહી છે તેને લઈને લોકોની ખરીદશક્તિ ઓછી થઈ હોય તેવું લાગી રહ્યું છે. હવે દિવાળીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પણ ટેક્સટાઇલ માર્કેટમાં ખરીદી જોઈએ તેટલી થઈ રહી નથી અને તેને જ લઈને વેપારીઓ પ્રોડક્શન પણ ઓછું કરી રહ્યા છે અને એટલા માટે ઓટલા ડીલેવરી કરવાનું કામ કરતા લોકોને સામે દિવાળીએ રોજગારી ઓછી મળતા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: સળગવાની ગંધ આવી તો બેંગ્લોર જતું આકાસા એરનું પ્લેન મુંબઈ પાછું આવ્યું, પક્ષી અથડાતાં…..

આ પણ વાંચો: PM મોદી કહે છે કે બેરોજગારી નથી પણ યુવાનો કહે છે કે નોકરી નથી મળતી: રાહુલ ગાંધી

આ પણ વાંચો:ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને હરાવીને ઈતિહાસ રચ્યો, 7 મી વખત ટાઇટલ કર્યુ પોતાના નામે