Gujarat Election/ વડોદરામાં સ્વામીનારાયણ મંદિરના સંત જ્ઞાનવત્સલ સ્વામી સહિત 20 સંતોએ કર્યુ મતદાન,દેશને મજબૂત કરવા માટે અચૂક મતદાન કરે

પહેલા તબક્કામાં નિરસ મતદાન થયા બાદ આજે બીજા તબક્કાનું મતદાન થવા જઇ રહ્યું છે ત્યારે  ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના મતદારો આજે  રાજકિય પાર્ટીઓનું ભાવિ નક્કી કરશે.

Gujarat Gujarat Assembly Election 2022
Swaminarayan Sant
  • વડોદરામાં મતદાન થયું શરૂ
  • સ્વામિનારાયણ મંદિરના સંતો કરી રહ્યા છે મતદાન
  • જ્ઞાનવત્સલ સ્વામી સહિત 20 સંતો કરી રહ્યા છે મતદાન
  • એકસાથે 20 સંતો લાઈનમાં ઊભા રહી કર્યુ મતદાન
  • અટલાદરા સરકારી સ્કૂલમાં કરશે મતદાન

Swaminarayan Sant       પહેલા તબક્કામાં નિરસ મતદાન થયા બાદ આજે બીજા તબક્કાનું મતદાન થવા જઇ રહ્યું છે ત્યારે  ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના મતદારો આજે  રાજકિય પાર્ટીઓનું ભાવિ નક્કી કરશે. આ વખતે પણ મતદારો શું કરશે તે જોવાનું રહ્યું. પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે અનેક લોભામણી જાહેરાતો કરી રહ્યા છે અને બુથ પર લઇ જવા માટે કમર કાર્યકરોને નિર્દેશ આપવામાં આવ્યા છે. ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત તમામ કાર્યકરો તૈયારીમાં લાગી ગયા છે, ભાજપે તો નવા સ્લોગન સાથે પરિવારના સભ્યો સાથે મતદાન કરવા અપીલ કરી છે. મતદાનની શરૂઆત ધાર્મિક સંતો દ્વારા કરવામાં આવી હતી. વડોદરામાં મતદાનની શરૂઆત કરવામાં આવી હતી.જ્ઞાનવત્સવ સ્વામી સાથે  20 સંતોએ મતદાન કર્યું છે.એક સાથે 20 સંતોએ લાઇનમાં ઉભા રહયા હતા, આ સંતોએ મતદાન અટલાદરાની શાળામાં સંતોએ મતદાન કર્યું હતું.

સ્વામીનારાયણ સંત જ્ઞાનવત્સલ સ્વામીએ કહ્યું હતું કે દુનિયાની લોકશાહી મહોત્સવાના પર્વમાં ભાગ લો અને મતદાન અચૂક કરો, દેશને મજબૂત કરવા અને વિકાસ માટે તમારા મતનો ઉપયોગ કરો અને અચૂક મતદાન કરો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 93 બેઠકો માટે આજે મતદાન થવાનું છે. જેમાં 14 જિલ્લાઓનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં મુખ્યમંત્રી, 8 મંત્રી અને 60 સિટીંગ ધારાસભ્યો સહિત ભાજપ, કોંગ્રેસ-NCP અને આપના 279 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે. જ્યારે કુલ ઉમેદવાર 833 છે.  આજે અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, છોટા ઉદેપુરમાં પણ બીજા તબક્કાનું મતદાન શરુ થઇ ગયું છે.

આ વખતે ચૂંટણીમાં નવા 4,75,228 મતદારો વધ્યા છે.તેની સામે 5.5 ટકા જેટલું મતદાન ઘટ્યું છે. 2017માં 2012ની ચૂંટણી કરતા ત્રણ ટકા જેટલું મતદાન ઘટ્યું હતું. શિક્ષણ વધ્યુ, લોકજાગૃતિ વધી, ચૂંટણીપંચ અને સમૂહ માધ્યમોએ સતત અપીલો કરી, છતાં મતદાન ઘટ્યું તે બાબત ગંભીર છે.

Gujarat Assembly Election 2022/ ગુજરાતમાં અંતિમ તબક્કાની 93 બેઠકો પર આજે મતદાન, આ દિગ્ગજોની વિશ્વસનીયતા