Ahmedabad/ અમદાવાદમાં હત્યાનો ખોટો મેસેજ કરનાર સામે ગુનો

ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર જઈને તપાસ…….

Gujarat Ahmedabad
Image 2024 05 06T102027.591 અમદાવાદમાં હત્યાનો ખોટો મેસેજ કરનાર સામે ગુનો

Ahmedabad News: અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં રવિવારે સાંજે અજાણ્યા નંબર પરથી મર્ડર થયાનો મેસેજ આવતા શહેર પોલીસ દોડતી થઈ હતી. જોકે, કોઈ બનાવ બન્યો ન હોવાથી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

લોકસભા ચૂંટણીને લઈ પોલીસ સહિત ફોર્સ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી દાખવી રહી છે. ત્યારે ગઈ કાલે સાંજે અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલરૂમમાં મોબાઈલ નંબર પરથી મેસેજ આવ્યો હતો કે ઈસનપુર ચાર રસ્તા પાસ મર્ડર થયું છે. ચૂંટણી પહેલાં જ મેસેજ આવતાં આ મેસેજને ક્રાઈમબ્રાંચમાં મોકલવામાં આવ્યું હતું.

ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર જઈને તપાસ આદરી હતી. પણ આવો કોઈ બનાવ બન્યો ન હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે પોલીસે અંગત તપાસ શરૂ કરીને ખોટો મેસેજ કરનાર દિનેશ નામના વ્યક્તિની સામે માધુપુરા પોલીસસ્ટેશનમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે તેનો ઈરાદો ખોટો મેસેજ કરીને પોલીસને દોડતી કરવાનો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આજે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે

આ પણ વાંચો:વિવાદિત ટીપ્પણી બાદ કનુ દેસાઈએ માફી માંગી!

આ પણ વાંચો:ભાજપ કરતાં કોંગ્રેસના ઉમેદવારનો ચૂંટણી ખર્ચ વધુ

આ પણ વાંચો:રાજ્યમાં આગામી પાંચ દિવસ યલો એલર્ટ, મતદાનના દિવસે ગરમીનો પારો ઊંચો જશે