Not Set/ ઈસરોએ લોન્ચ કરેલા HySIS સેટેલાઈટે મોકલી પ્રથમ તસ્વીર, ગુજરાતના આ વિસ્તારને કર્યો કવર

નવી દિલ્હી, ભારતીય સ્પેસ એજન્સી ઈસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) દ્વારા ગત ૨૯ નવેમ્બરના રોજ HySIS સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ હવે આ ઉપગ્રહ દ્વારા ખેંચવામાં આવેલી એક તસ્વીર સામે આવી છે. HySIS દ્વારા ખેંચવામાં આવેલી તસ્વીરમાં ગુજરાતના કચ્છ જિલ્લાના લખપત વિસ્તારને કવર કરવામાં આવ્યો છે. હાઈપરસ્પ્રેક્લ ઇમેજિંગ સેટેલાઈટ (HySIS) દ્વારા લેવામાં આવેલી તસ્વીરનો  ઉપયોગ લાંબા […]

Top Stories India Trending
DtfsWe7XgAYCA83 ઈસરોએ લોન્ચ કરેલા HySIS સેટેલાઈટે મોકલી પ્રથમ તસ્વીર, ગુજરાતના આ વિસ્તારને કર્યો કવર

નવી દિલ્હી,

ભારતીય સ્પેસ એજન્સી ઈસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) દ્વારા ગત ૨૯ નવેમ્બરના રોજ HySIS સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ હવે આ ઉપગ્રહ દ્વારા ખેંચવામાં આવેલી એક તસ્વીર સામે આવી છે.

HySIS દ્વારા ખેંચવામાં આવેલી તસ્વીરમાં ગુજરાતના કચ્છ જિલ્લાના લખપત વિસ્તારને કવર કરવામાં આવ્યો છે.

DtJVPTWWkAEVB5w ઈસરોએ લોન્ચ કરેલા HySIS સેટેલાઈટે મોકલી પ્રથમ તસ્વીર, ગુજરાતના આ વિસ્તારને કર્યો કવર
national-isros-hysis-satellite-sends-first-image-covering-parts-lakhpat-area-gujarat

હાઈપરસ્પ્રેક્લ ઇમેજિંગ સેટેલાઈટ (HySIS) દ્વારા લેવામાં આવેલી તસ્વીરનો  ઉપયોગ લાંબા અંતરના વિસ્તાર જેવા કે, ખેતી, જમીનના સર્વે અને પર્યાવરણના  મોનીટરીંગ માટે થઇ શકે છે.

ISRO દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ સેટેલાઈટ દ્વારા મોકલવામાં આવેલી તસ્વીરની ગુણવત્તાથી અમે સંતુષ્ટ છીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ગુરુવારે ઈસરો દ્વારા પોલાર સેટેલાઈટ લોન્ચ વિહીક્લ્સ (PSLV) C-43 દ્વારા ૩૧ સેટેલાઈટને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા હતો.

isro.jpg?zoom=0 ઈસરોએ લોન્ચ કરેલા HySIS સેટેલાઈટે મોકલી પ્રથમ તસ્વીર, ગુજરાતના આ વિસ્તારને કર્યો કવર
national-isros-hysis-satellite-sends-first-image-covering-parts-lakhpat-area-gujarat

આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા અંતરિક્ષ કેન્દ્રથી સવારે આ સેટેલાઈટને લોન્ચ કરાયેલા આ સેટેલાઈટમાં પૃથ્વીનો નિગરાની કરનારો ભારતીય સેટેલાઈટ HYSIS અને ૩૦ અન્ય ઉપગ્રહ શામેલ છે. આ ૩૧ સેટેલાઈટમાં ૨૩ અમરિકાના ઉપગ્રહ છે.

ઈસરો દ્વારા જણાવ્યા અનુસાર, HYSIS સેટેલાઈટનો મુખ્ય હેતુ સ્પેક્ટ્રમની નજીક ઇન્ફ્રારેડ અને શોર્ટવેવ ઇન્ફ્રારેડ ક્ષેત્રમાં પૃથ્વીની સપાટીનું અધ્યયન કરવાનો છે.