Not Set/ મોદી દાવોસ જવા માટે રવાના, WEFમાં સામેલ થશે બે દાયકા પછી કોઈ ભારતીય પીએમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વિઝરલેન્ડના દાવોસમાં થવાં વાળા વિશ્વ આર્થિક મંચ WEF ની બેઠકમાં ભાગ લેવા માટે સોમવારે રવાના થઈ ગયા છે. આ પ્રવાસ દરમિયાન તેવો ભારતીય સંબધો વિશે આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે પોતાની વાતોને રજુ કરશે. #Delhi: PM Narendra Modi leaves for Davos, Switzerland to take part in #WorldEconomicForum pic.twitter.com/IkBPy92WhH— ANI (@ANI) January 22, 2018 મોદી […]

Top Stories
DUHZVkIU0AAc00q મોદી દાવોસ જવા માટે રવાના, WEFમાં સામેલ થશે બે દાયકા પછી કોઈ ભારતીય પીએમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વિઝરલેન્ડના દાવોસમાં થવાં વાળા વિશ્વ આર્થિક મંચ WEF ની બેઠકમાં ભાગ લેવા માટે સોમવારે રવાના થઈ ગયા છે. આ પ્રવાસ દરમિયાન તેવો ભારતીય સંબધો વિશે આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે પોતાની વાતોને રજુ કરશે.

મોદી દુનિયા સામે ભારતીય અર્થવ્યવસ્થા, નિવેશ, અને પોતાની નીતિયો વિશે બતાવશે. લગભગ બે દશક પછી કોઈ ભારતીય પ્રધાનમંત્રી આવા કાર્યક્રમ ભાગ લેશે. કાર્યક્રમનો અંતે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણથી થશે. પીએમ મોદી લગભગ ભારતીય સમય મુજબ બપોરના 2.45 વાગે સંબોધન કરશે.

દાવોસ જતાં પહેલા પીએમ મોદીએ પોતાની વાત ટ્વીટ કરીને કહ્યું, દાવોસ પ્રવાસ દરમિયાન   દુનિયા સામે ભારતીય અર્થવ્યવસ્થા, નિવેશ, અને પોતાની નીતિયો વિશે વાત કરીશ

મોદીએ કહ્યું કે થોડા વર્ષોમાં ભારતના અન્ય દેશો સાથે સંબધો વધ્યા છે. જેમાં રાજનીતિક, આર્થિક, સામાન્ય લોકોના સ્તરે અને સુરક્ષા તથા બીજા પ્લેટફોર્મ પર સામેલ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, સમકાલીન આંતરરાષ્ટ્રીય પ્રણાલી અને વૈશ્વિક સરકારી માળખા સમક્ષ ચુનોતીઓ આવી રહી છે નેતાઓ, સરકારો, નીતિ નિર્માતાઓ, કોર્પોરેટર અને સામાજિક સંગઠનો દ્વારા ગંભીરતાથી ધ્યાન આપવવાની જરૂર છે.

સંમેલનના મુખ્ય મંત્ર ‘ક્રિએટીંગ એ શેયરર્ડ ફ્યુચર ઇન એ ફ્રેક્ચર્ડ વર્લ્ડ’ને વિચારપૂર્વક અને યોગ્ય બતાવતા કહ્યું કે, મને ભારતના સારા મિત્રો તથા મંચના સંથાપક પ્રોફેસર ક્લાઉસ શ્વાબના નિમંત્રણ પર દોવાસમાં વિશ્વ આર્થિક મંચની બેઠકમાં ભાગ લેવા માટે આતુરતા છે.