Not Set/ BJP એ તેના લોકસભા-રાજ્યસભા સાંસદોને એક વ્હિપ જારી કર્યો, સોશિયલ મીડિયા પર આવી અટકળો શરૂ

આજે દરેકની નજર દિલ્હીનાં ચૂંટણી પરિણામો પર છે. બીજી તરફ સંસદનાં બજેટ સત્રમાં પણ હલચલ તેજ થઈ ગઇ છે. સોમવારે મોડી સાંજે ભારતીય જનતા પાર્ટીએ તેના લોકસભા અને રાજ્યસભાનાં સાંસદોને એક વ્હિપ જારી કર્યો છે. આ વ્હિપ બાદ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની અટકળો પણ શરૂ થઈ ગઈ. ટ્વિટર પર, લોકોએ યુનિફોર્મ સિવિલ કોડથી લઈને […]

Top Stories India
PM Modiii BJP એ તેના લોકસભા-રાજ્યસભા સાંસદોને એક વ્હિપ જારી કર્યો, સોશિયલ મીડિયા પર આવી અટકળો શરૂ

આજે દરેકની નજર દિલ્હીનાં ચૂંટણી પરિણામો પર છે. બીજી તરફ સંસદનાં બજેટ સત્રમાં પણ હલચલ તેજ થઈ ગઇ છે. સોમવારે મોડી સાંજે ભારતીય જનતા પાર્ટીએ તેના લોકસભા અને રાજ્યસભાનાં સાંસદોને એક વ્હિપ જારી કર્યો છે. આ વ્હિપ બાદ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની અટકળો પણ શરૂ થઈ ગઈ. ટ્વિટર પર, લોકોએ યુનિફોર્મ સિવિલ કોડથી લઈને દિલ્હી સુધી કેટલાક મોટા નિર્ણયોની ચર્ચા શરૂ કરી.

આજે બજેટ સત્રનાં પહેલા ભાગનો અંતિમ દિવસ છે અને નાણામંત્રી નિર્મલા સીતારમણ આ દિવસે બજેટ સત્રનાં બંને સત્રોમાં થયેલી ચર્ચાનાં જવાબ આપશે. આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બંને ગૃહોનાં સભ્યોને વ્હીપ આપવામાં આવ્યો હતો, જેમાં તમામ સભ્યોને ગૃહમાં હાજર રહેવા અને સરકારને ટેકો આપવા જણાવાયુ હતું. મોડી રાત્રે ભાજપનો વ્હીપ સામે આવ્યો તો ટ્વિટર પર લોકો સક્રિય થઈ ગયા અને વિવિધ રીતે અટકળો શરૂ કરી દીધી. હકીકતમાં આ પહેલા જ્યારે પણ ભાજપ દ્વારા તાજેતરનાં સમયમાં તેના સાંસદો માટે વ્હીપ આપવામાં આવ્યો છે ત્યારે કંઈક મોટું થયું છે.

https://twitter.com/PatriotNiraj/status/1226931944794947584?s=20

આપને જણાવી દઇએ કે, આ વખતે બજેટ પૂર્ણ થયા પહેલાં સરકાર મની બિલ સંસદમાં રજૂ કરશે. ટેક્સ સંબંધી વિવાદથી સંવાદ બિલ સંસદમાં પાસ કરાવવામાં આવશે, તેને લઇને પણ વ્હિપ જારી કરવામાં આવ્યો છે. આ ખરડા સિવાય સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચા દિલ્હી બોર્ડરમાં કેટલાક બદલાવ આવી શકે તેની છે. જેમાં બોર્ડરનાં વિસ્તારનું ઉત્તર પ્રદેશમાં વિલીનીકરણ, દિલ્હીને લદ્દાખ જેવું કેન્દ્રશાસિત બનાવવું જ્યા વિધાનસભા નથી. જો કે, આ પ્રકારની માત્ર અટકળો જ છે. સરકાર કે પક્ષ તરફથી કોઈ પુષ્ટિ મળી નથી. આવી સ્થિતિમાં, પુષ્ટિ ન થાય ત્યાં સુધી અનુમાન તરફ ધ્યાન આપવું યોગ્ય નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.