National/ છોકરીઓના લગ્નની વયમર્યાદા વધારવાની તૈયારી, આ સત્રમાં રજૂ થઈ શકે છે બિલ

દેશમાં છોકરીઓ માટે લગ્નની લઘુત્તમ ઉંમર ટૂંક સમયમાં વધારવામાં આવી શકે છે. આ સંદર્ભમાં બુધવારે કેબિનેટની બેઠકમાં એક બિલને મંજૂરી આપવામાં આવી છે.

Top Stories India
bandk 2 છોકરીઓના લગ્નની વયમર્યાદા વધારવાની તૈયારી, આ સત્રમાં રજૂ થઈ શકે છે બિલ
  • યુવતીઓ માટે લગ્ન કરવાની લધુત્તમ વયમર્યાદા 21 વર્ષ
  • કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં કાયદાને મંજૂરી
  • આ સત્રમાં જ કાયદો લોકસભામાં રજૂ થશે

કેબિનેટની બેઠકમાં છોકરીઓ માટે લગ્નની લઘુત્તમ વયમર્યાદા  વધારવા સંબંધિત બિલને મંજૂરી આપવામાં આવી છે. ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી આપેલા ભાષણમાં સરકારનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. છોકરીઓના લગ્ન માટે લઘુત્તમ વયમર્યાદા ટૂંક સમયમાં 18 થી વધારીને 21 વર્ષ કરવામાં આવી શકે છે. આ માટે સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સંબંધિત બિલ સંસદના આ સત્રમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. લગ્નની ઉંમર વધારવા માટે બાળ લગ્ન કાયદામાં સુધારો કરવામાં આવશે. હાલમાં આ કાયદામાં છોકરીઓના લગ્નની વય મર્યાદા 18 વર્ષ નક્કી કરવામાં આવી છે.

બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં કાયદામાં ફેરફાર કરવા માટેના સુધારા બિલને મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરી હતી. ગયા વર્ષે આ મુદ્દે રચાયેલી ટાસ્ક ફોર્સે પોતાના રિપોર્ટમાં લગ્નની લઘુત્તમ ઉંમર 18થી વધારીને 21 વર્ષ કરવાની ભલામણ કરી હતી. પૂર્વ સાંસદ જયા જેટલીની અધ્યક્ષતામાં ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી. તેના રિપોર્ટમાં, ટાસ્ક ફોર્સે માતા બનવાની વય મર્યાદા અને મહિલાઓ સાથે સંબંધિત અન્ય મુદ્દાઓ પર પણ ભલામણ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષે લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસના ભાષણમાં જાહેરાત કરી હતી કે હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને લગ્નની ઉંમર વધારવાની શક્યતા પર વિચાર કરવો જોઈએ.

Bank Strike / આજથી બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, ત્રણ દિવસ સુધી કામ નહીં થાય, જાણો કારણ

મુંબઈમાં ઓમિક્રોન / મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ, આજથી કલમ 144નો અમલ થશે

Life Management / ભગવાને ખેડૂતની ઈચ્છા પૂરી કરી, પાક પણ સારો થયો, પણ ડોડામાં દાણા નહોતા..

ધર્મ / માત્ર બાબા વિશ્વનાથ જ નહીં, અન્ય 11 જ્યોતિર્લિંગ પણ કાશીમાં સ્થાપિત છે, જાણો ક્યાં છે તેમના મંદિરો

Bank Strike / આજથી બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, ત્રણ દિવસ સુધી કામ નહીં થાય, જાણો કારણ