Not Set/ હવે ડિજિટલ નોટ લાવવાની તૈયારીમાં સરકાર, થઇ શકે છે આ ફાયદો

નવી દિલ્હી, કેન્દ્રની મોદી સરકાર દ્વારા દેશભરમાં ડિજિટલ ક્રાંતિને વેગ આપવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ વચ્ચે સરકાર હવે કાગળની જગ્યાએ ડિજિટલ નોટ જાહેર કરી શકે છે. આ ડિજિટલ નોટ બિલકુલ કાગળની નોટ જેમ જ કામ કરશે, પરંતુ આ નોટ પર વ્યાજ પણ મળશે. બીજી બાજુ ડિજિટલ નોટ આવવાથી ઘણા ફેરફાર […]

Top Stories Trending
demonetisation reuters 1 1 હવે ડિજિટલ નોટ લાવવાની તૈયારીમાં સરકાર, થઇ શકે છે આ ફાયદો

નવી દિલ્હી,

કેન્દ્રની મોદી સરકાર દ્વારા દેશભરમાં ડિજિટલ ક્રાંતિને વેગ આપવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ વચ્ચે સરકાર હવે કાગળની જગ્યાએ ડિજિટલ નોટ જાહેર કરી શકે છે. આ ડિજિટલ નોટ બિલકુલ કાગળની નોટ જેમ જ કામ કરશે, પરંતુ આ નોટ પર વ્યાજ પણ મળશે.

બીજી બાજુ ડિજિટલ નોટ આવવાથી ઘણા ફેરફાર થઇ શકે છે, જેમાં મોનિટરી પોલિસીને લઇ બ્લેકમનીને ટ્રેક કરવામાં પણ મદદ મળશે.

Image result for digital note india

આ ડિજિટલ નોટ અંગે આર્થિક મામલાઓના સચિવના નેતૃત્વ હેઠળ બનેલી કમિટી દ્વારા પોતાના ડ્રાફ્ટ રિપોર્ટમાં આ અંગે દલીલ કરવામાં આવી છે.

મોબાઈલ વોલેટમાં રહેશે ડિજિટલ નોટ

આ પ્રસ્તાવમ જણાવ્યા મુજબ, ડિજિટલ નોટ તમે પોતાના મોબાઈલના વોલેટમાં રાખી શકો છો અથવા તો પોતાના એકાઉન્ટમાં રાખી શકો છો.

આ ડિજિટલ નોટથી તેના સર્ક્યુલેશનમાં ગોપનિયતા રાખી શકાશે અને કાગળની નોટની જેમ જ આ નોટના સર્ક્યુલેશન પર RBIનો કંટ્રોલ હશે.