Not Set/ સપા – બસપા ગઠબંધનમાંથી દરકિનાર થયા બાદ અજિત સિંહ કોંગ્રેસનો હાથ મિલાવશે ?

લખનઉ, બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી દ્વારા ઉત્તરપ્રદેશમાં પોતાના ગઠબંધન અંગેની જાહેરાત કરવામાં આવી છે. માયાવતીએ જણાવ્યું હતું કે, પ્રદેશની કુલ ૮૦ બેઠકોમાંથી બસપા અને સપા ૩૮ – ૩૮ બેઠકો પર ચૂંટણી લડશે, જયારે ૨ સીટો અન્ય પાર્ટીઓ માટે રિઝર્વ રાખવામાં આવી છે. આ જાહેરાત બાદ અજિત સિંહની […]

Top Stories India Trending
ajit singh with rahul gandhi 1464289093 સપા - બસપા ગઠબંધનમાંથી દરકિનાર થયા બાદ અજિત સિંહ કોંગ્રેસનો હાથ મિલાવશે ?

લખનઉ,

બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી દ્વારા ઉત્તરપ્રદેશમાં પોતાના ગઠબંધન અંગેની જાહેરાત કરવામાં આવી છે.

માયાવતીએ જણાવ્યું હતું કે, પ્રદેશની કુલ ૮૦ બેઠકોમાંથી બસપા અને સપા ૩૮ – ૩૮ બેઠકો પર ચૂંટણી લડશે, જયારે ૨ સીટો અન્ય પાર્ટીઓ માટે રિઝર્વ રાખવામાં આવી છે.

1602120312 akhilesh yadav amp mayawati gorakhpur phulpur bypolls ajit singh સપા - બસપા ગઠબંધનમાંથી દરકિનાર થયા બાદ અજિત સિંહ કોંગ્રેસનો હાથ મિલાવશે ?
national-announcement-sp-bsp-alliance-rld-may-join-hands-with-congress-for-loksabha-election

આ જાહેરાત બાદ અજિત સિંહની પાર્ટી રાષ્ટ્રીય લોકદળના ગઠબંધનમાં શામેલ થવાને લઈ અનેક અટકળો સામે આવી રહી હતી પરંતુ આ જોતા અટકળો પર પૂર્ણવિરામ મુકાયું છે, કારણ કે RLD દ્વારા ૫ સીટોની માંગણી કરવામાં આવી હતી.

હકીકતમાં, આ પહેલા RLDના ઉપધ્યક્ષ જયંત ચૌધરીએ લખનઉમાં SP પ્રમુખ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી, જેમાં તેઓએ પશ્ચિમી યુપીની ૫ લોકસભા સીટો પર પોતાનો દાવો કર્યો હતો.

જો કે ત્યારબાદ માનવામાં આવી રહ્યું છે કે, અજિત સિંહ કોંગ્રેસ સાથે પોતાનું ગઠબંધન બનાવી શકે છે.

પહેલા પણ સાથે લડી ચુક્યા છે કોંગ્રેસ – RLD

જોવામાં આવે તો, આ પહેલા પણ કોંગ્રેસ અને RLD ગઠબંધનમાં ચૂંટણી લડી ચુક્યા છે અને હાલમાં તેઓ રાજસ્થાન સરકારમાં પણ શામેલ છે.