નિવેદન/ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પૂર્વ વડાપ્રધાનના કર્યા વખાણ, આર્થિક સુધારા માટે દેશ મનમોહન સિંહનો ઋણી

1991માં તત્કાલિન નાણામંત્રી મનમોહન સિંહ દ્વારા શરૂ કરવામાં આવેલા આર્થિક સુધારાઓએ ભારતને એક નવી દિશા બતાવી

Top Stories India
9 9 કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પૂર્વ વડાપ્રધાનના કર્યા વખાણ, આર્થિક સુધારા માટે દેશ મનમોહન સિંહનો ઋણી

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની આર્થિક સુધારા દ્વારા દેશને નવી દિશા આપવા બદલ વખાણ કરતા કહ્યું કે દેશ તેમનો ઋણી છે. અહીં આયોજિત ‘TIOL એવોર્ડ 2022’ સમારોહને સંબોધતા ગડકરીએ કહ્યું કે વર્ષ 1991માં તત્કાલિન નાણામંત્રી મનમોહન સિંહ દ્વારા શરૂ કરવામાં આવેલા આર્થિક સુધારાઓએ ભારતને એક નવી દિશા બતાવી.

‘દેશ મનમોહન સિંહનો ઋણી છે’
તેમણે પોર્ટલ ‘TaxIndiaOnline’ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું, “ઉદાર અર્થતંત્રને કારણે દેશને એક નવી દિશા મળી. તેના માટે દેશ મનમોહન સિંહનો ઋણી છે. તેમણે કહ્યું કે મનમોહન સિંહ દ્વારા શરૂ કરવામાં આવેલા આર્થિક સુધારાઓને કારણે તેઓ જ્યારે મહારાષ્ટ્રના મંત્રી હતા ત્યારે આ રોડ પ્રોજેક્ટ્સ માટે ભંડોળ એકત્ર કરવામાં સક્ષમ હતા.

દેશને ઉદાર આર્થિક નીતિની જરૂર છે’
ગડકરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતને એક ઉદાર આર્થિક નીતિની જરૂર છે જેનો ઉદ્દેશ્ય ગરીબોને પણ ફાયદો થાય. તેમણે કહ્યું કે ઉદાર આર્થિક નીતિ ખેડૂતો અને ગરીબો માટે છે. તેમણે ઉદાર આર્થિક નીતિ દ્વારા દેશનો વિકાસ કરવામાં ચીનને એક સારું ઉદાહરણ ગણાવ્યું. ભારતના સંદર્ભમાં ગડકરીએ કહ્યું કે દેશને આર્થિક વિકાસને વેગ આપવા માટે વધુ મૂડી રોકાણની જરૂર પડશે.