Election/ આચારસંહિતા એટલે શું? જાણો તેના નિયમો વિશે….

ચૂંટણી આચાર સંહિતા નો મતલબ ચૂંટણી પંચની સૂચના છે, જે ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી દરેક પક્ષ અને તેના ઉમેદવાર દ્વારા પાલન કરવામાં આવે છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
1 41 આચારસંહિતા એટલે શું? જાણો તેના નિયમો વિશે....

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની પડધમ વાગી ચબક્યા છે ત્યારે આચારસંહિતા રાજ્યમાં લાગી ગઇ છે, ઘણાબધાના મનમાં પ્રશ્નો ઉભા થાય છે કે આચારસંહિતા એટલે શુ છે, અને તેના નિયમો શું હોય છે તો આજે આપણે આચારસંહિતા વિશે જાણીએ.

ચૂંટણી આચાર સંહિતા નો મતલબ ચૂંટણી પંચની સૂચના છે, જે ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી દરેક પક્ષ અને તેના ઉમેદવાર દ્વારા પાલન કરવામાં આવે છે. જો ઉમેદવાર આ નિયમોનું પાલન નહીં કરે, તો ચૂંટણી પંચ તેની વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે, તેને ચૂંટણી લડતા અટકાવી શકે છે, ઉમેદવાર સામે  FIR નોંધાવી શકે છે અને જો તે દોષી સાબિત થાય છે, તો તેને જેલમાં પણ જવું પડે છે.

ચૂંટણી માટે દેશભરમાં સરકાર અને વહીવટીતંત્રને અનેક નિયંત્રણો પસાર કરે છે અને તેની સાથે આચાર સંહિતા લાગુ કરવામાં આવે છે. ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી તે પક્ષના સભ્યો માટે આચાર સંહિતા લાગુ કરવી ફરજિયાત બની જાય છે. ઉપરાંત, સામાન્ય નાગરિકને તેનો અમલ પણ કરવો પડે છે. જો સામાન્ય નાગરિક આચારસંહિતા નો ભંગ કરે તો તેને પણ નિયમ અનુસાર સજા અથવા દંડ થઈ શકે છે.

આચારસંહિતા ના નિયમો

1. સામાન્ય નિયમો
ચૂંટણી ની આચાર સંહિતા લાગુ થયા પછી મુખ્યમંત્રી અથવા મંત્રી કોઈ જાહેરાત કરી શકતા નથી,
પાર્ટી કે પછી કોઈ વ્યક્તિ ચૂંટણી માટે ઝુંબેશ ચલાવી શકે નહિ,
કોઈ પણ પક્ષ પ્રોગ્રામ કરે તો પ્રોગ્રામ ની કિંમત સરકારી ખર્ચ માંથી લેવામાં આવતી નથી
કોઈ સરકારી ખર્ચે પ્રોત્સાહન આપી શકે નહીં.
જાહેર માં કોઈ પણ પક્ષ તેના પ્રચાર માટે બેનરો અથવા પોસ્ટરો મૂકી શકે નહીં.
કોઈ પક્ષ રાજકીય સ્થળે બેઠક કરી શકે નહીં.
સરકારી વાહનોનો ઉપયોગ ફક્ત ઘરેથી પ્રસ્થાન માટે થઈ શકે છે.
જો કોઈ વ્યક્તિ અથવા પક્ષ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરે છે, તો તેની સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે, તેમને જેલ અથવા દંડ ભરવો પડશે.

કોઈ પણ પ્રકારીની સરકારી ઘોષણા અથવા લોકાર્પણ કે શિલન્યાસ કરી શકતા નથી

2. ઘોષણાના નિયમો
પોલીસને રેલીનો સમય, સ્થળ અને રેલી ક્યાં લઈ જવાની છે તે નક્કી કરવા દો
રેલીનું આયોજન એવી રીતે કરો કે ટ્રાફિકમાં કોઈ સમસ્યા ન સર્જાય.
જો એક જ રાજકીય પક્ષો એક જ દિવસે સરઘસ સૂચવતો હોય તો પહેલા પોલીસને જાણ કરવી જોઈએ.
રેલી કે પ્રચાર ની પ્રક્રિયામાં કોઈપણ ગેરકાયદેસર અથવા દુરુપયોગની વસ્તુ નો ઉપયોગ કરી શકો નહીં.

3. રાજકીય બેઠકો માટે નિયમો
સભાની માહિતી અને સ્થળ પોલીસ અધિકારીઓને જાણ કરવી જોઈએ.
જો આ તમારી પ્રથમ બેઠક છે, તો લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાની પરવાનગી મેળવવી.
જો મિટિંગમાં કોઈ વિક્ષેપ આવે તો તેને સુધારવા માટે આયોજકોએ પોલીસને મદદ કરવી જોઈએ.

4. ચૂંટણીના દિવસના નિયમો
ચૂંટણી સ્ટાફને ઓળખકાર્ડ અથવા બિલ આપવું જરૂરી છે.
બેલેટ પર મતદારોની કાપલીમાં કોઈ પક્ષ નું નિશાન નથી તેની ખાતરી કરો.
મતના દિવસ પહેલાં 24 કલાક પહેલા કોઈને પણ પૈસા વિતરણ કરી શકતા નથી
મતદાન મથકમાં અથવા તેની આસપાસ કોઈપણ પ્રકારની ભીડ ન હોવી જોઇએ એ પણ નક્કી કરેલ વિસ્તારમાં

આચારસંહિતા ક્યારે અમલમાં આવે છે?

આદર્શ આચાર સંહિતા અથવા ચૂંટણી આચારસંહિતા મતદાનના કાર્યક્રમની જાહેરાત થાય તે દિવસથી અમલમાં આવે છે, અને સૂચના મુજબ, ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય અને ત્યારબાદ પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી આદર્શ આચારસંહિતા ચાલુ રહે છે. એટલે કે, તે લગભગ 45 દિવસ અથવા કુલ 2 મહિના સુધી અમલમાં રહે છે. આ તમામ રાજકીય પક્ષો અને ‘કેરટેકર’ સરકારને લાગુ પડે છે.