કોરોના મહામારી/ અખિલેશ યાદવ કોરોના સંક્રમિત, ટ્વિટ કરી આપી માહિતી

મણે આ માહિતી ટ્વીટ કરી આપી છે. અખિલેશ યાદવે ટ્વિટ કર્યું હતું કે, “મારો કોરોના ટેસ્ટ રિપોર્ટ હમણાં જ પોઝિટીવ આવ્યો છે.

Top Stories India
A 171 અખિલેશ યાદવ કોરોના સંક્રમિત, ટ્વિટ કરી આપી માહિતી

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ કોરોના સંક્રમિત થયા છે. તેમણે આ માહિતી ટ્વીટ કરી આપી છે. અખિલેશ યાદવે ટ્વિટ કર્યું હતું કે, “મારો કોરોના ટેસ્ટ રિપોર્ટ હમણાં જ પોઝિટીવ આવ્યો છે. મેં મારી જાતને બધાથી દૂર કરી દીધી છે અને ઘરેથી જ સારવાર શરૂ થઈ છે. છેલ્લા કેટલાક દિવસોમાં જેઓ મારા સંપર્કમાં આવ્યા છે, તેઓને ખૂબ નમ્ર વિનંતી છે કે તેઓ પણ તેનો ટેસ્ટ કરાવે. “તેઓને થોડા દિવસો માટે એકાંતમાં રહેવાની વિનંતી પણ કરવામાં આવી છે.”

આપને જણાવી દઈએ કે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ રવિવારે મહા કુંભ મેળામાં ગયા હતા. અહીં તેમણે જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનો આશીર્વાદ લીધા હતા.નરેન્દ્ર ગિરીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તબિયત લથડી છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રવિવારે મળેલી બેઠક દરમિયાન નરેન્દ્ર ગિરીએ અખિલેશને ફૂલોથી હાર પહેરાવી અને શાલ ઓઢાડીને આશીર્વાદ આપ્યા હતા.

આ પણ વાંચો :મહારાષ્ટ્રમાં આવતીકાલથી બ્રેક ધ ચેન અભિયાન

મળતા સમાચારો અનુસાર, પ્રથમ શાહી સ્નાન પછી હરિદ્વારના મહાકુંભ મેળામાં ઓછામાં ઓછા 102 ભક્તો અને 20 સાધુઓ કોરોના સંક્રમિત થયા છે. આરોગ્ય અધિકારીઓના હવાલાથી કહેવામાં આવ્યું છે કે મહાકુંભ મેળામાં ભાગ લેતી ધાર્મિક સંસ્થાઓના વડાઓ ન તો કોવિડ પરીક્ષણ લેવા માટે સંમત છે કે ન માસ્ક પહેરે છે. આટલું જ નહીં, આ લોકો દ્વારા સામાજિક અંતરનો પ્રોટોકોલ પણ અનુસરવામાં આવતું નથી.

આ પણ વાંચો :રાજસ્થાનમાં કોરોના વિસ્ફોટ નવા પાંચ હજાર કેસ,28નાં મોત

આ પણ વાંચો :ઓડિશામાં 40 લાખનું બ્રાઉન સુગર સાથે એક આરોપી ઝડપાયો