ના હોય!/ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠકો પર ચૂંટણી લડશે 1621 ઉમેદવારો, જાણો

આ 182 બેઠકો પર એક બે કે ત્રણ નહીં પરંતુ 70 રાજકીય પક્ષો ઉમેદવારી કરી રહ્યા છે જેમના નામ પણ લગભગ જ તમે સાંભળ્યા હશે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
9 3 7 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠકો પર ચૂંટણી લડશે 1621 ઉમેદવારો, જાણો

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇને ખરાખરીનો જંગ જામ્યો છે. ચૂંટણીની તારીખ જાહેર થયા પછી તમામ પક્ષ પ્રજાને રીઝવવાના નીત નવા ગતકડાઓ અપનાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આગામી 1 અને 5 ડિસેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે તેના પરિણામ જાહેર થવાના છે.  ચૂંટણીને આડે હવે ગણતરીના  દિવસો જ બાકી છે ત્યારે આ ચૂંટણીમાં 1621 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. આ 182 બેઠકો પર એક બે કે ત્રણ નહીં પરંતુ 70 રાજકીય પક્ષો ઉમેદવારી કરી રહ્યા છે. જેમના નામ પણ લગભગ જ તમે સાંભળ્યા હશે. તો ચાલો જાણીએ ચૂંટણીના વિજય શંખ ફૂંકવાની તૈયારી કરતા પક્ષ વીશે..

વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની વાત કરીએ તો 89 બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે જેમાં 39 રાજકીય પક્ષો અને અપક્ષોને મળીને કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે. આ 788માં માત્ર 70 જ મહિલા ઉમેદવારો છે જ્યારે 718 પુરુષ ઉમેદવારો છે. આ દિવસે 339 અપક્ષ ઉમેદવારોના ભાવીનો પણ ફેંસલો થવાનો છે.

જ્યારે બીજા તબક્કાનું ઇલેક્શન 5 ડિસેમ્બરે થવાનું છે. જેમાં બાકી રહેલી 93 બેઠકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 93 બેઠકો પર 60 જેટલા રાજકીય પક્ષોએ ઉમેદવારો ઉતાર્યા છે. જ્યારે અપક્ષને મળીને કુલ 833 ઉમેદવારો વચ્ચે આ 93 બેઠકો માટે ચૂંટણી જંગ યોજાવાનો છે. 833માં 764 પુરુષ ઉમેદવારો છે જ્યારે 69 મહિલા ઉમેદવારો છે. આ તબક્કા દરમિયાન 285 અપક્ષોએ ઉમેદવારી નોંધાવી છે.

નોંધનીય છે કે 29 રાજકીય પક્ષોએ બંને તબક્કામાં પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. જ્યારે 10 રાજકીય પક્ષોએ માત્ર પ્રથમ જ તબક્કામાં અને 31 રાજકીય પક્ષોએ માત્ર બીજા તબક્કાની બેઠકોમાં જ પોતાના ઉમેદવારોને ઉતાર્યા છે. આવો વિસ્તૃત રીતે જાણીએ કઈ પાર્ટી પાસે કેટલા ઉમેદવારો છે અને તે કયા તબક્કામાં ચૂંટણી જંગ લડશે.

9 3 4 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠકો પર ચૂંટણી લડશે 1621 ઉમેદવારો, જાણો

9 3 5 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠકો પર ચૂંટણી લડશે 1621 ઉમેદવારો, જાણો

9 3 6 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠકો પર ચૂંટણી લડશે 1621 ઉમેદવારો, જાણો