Not Set/ એક્ઝિટ પોલમાં PM બોરિસ જ્હોનસનની કન્ઝર્વેટિવ પાર્ટીને સ્પષ્ટ બહુમત

ગુરુવારે યોજાનારી યુકેની ચૂંટણીમાં બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોનસન સત્તા પર પરત ફરતા જોવા મળી રહ્યા છે. મતદાન પછી એક્ઝિટ પોલમાં તેમની કન્ઝર્વેટિવ પાર્ટી સામાન્ય ચૂંટણીમાં સંસદમાં સ્પષ્ટ બહુમતીની આશા રાખી રહી છે. એક્ઝિટ પોલ મુજબ બોરિસ જ્હોનસનની કન્ઝર્વેટિવ પાર્ટીને 368 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે સત્તામાં રહેવા માટે તેને માત્ર 322 બેઠકોની જરૂર છે. […]

Top Stories World
Boris Johnson એક્ઝિટ પોલમાં PM બોરિસ જ્હોનસનની કન્ઝર્વેટિવ પાર્ટીને સ્પષ્ટ બહુમત

ગુરુવારે યોજાનારી યુકેની ચૂંટણીમાં બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોનસન સત્તા પર પરત ફરતા જોવા મળી રહ્યા છે. મતદાન પછી એક્ઝિટ પોલમાં તેમની કન્ઝર્વેટિવ પાર્ટી સામાન્ય ચૂંટણીમાં સંસદમાં સ્પષ્ટ બહુમતીની આશા રાખી રહી છે. એક્ઝિટ પોલ મુજબ બોરિસ જ્હોનસનની કન્ઝર્વેટિવ પાર્ટીને 368 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે સત્તામાં રહેવા માટે તેને માત્ર 322 બેઠકોની જરૂર છે.

એક્ઝિટ પોલનાં આંકડા મુજબ, 650 બેઠકોવાળી સંસદમાં કન્ઝર્વેટિવ પાર્ટીને 368, લેબર પાર્ટીને 191, એસએનપી ને 55, લિબરલ ડેમોક્રેટ્સને 13 બેઠકો મળવાનો અંદાજ છે. બ્રેક્ઝિટ પાર્ટીને એક પણ બેઠક મળશે તેમ લાગતું નથી. જો એક્ઝિટ પોલની વાત માની લેવામાં આવે તો કન્ઝર્વેટિવ પાર્ટીને વર્ષ 2017 નાં મુકાબલે 50 બેઠકોનો ફાયદો મળી શકે છે.

એક્ઝિટ પોલનાં પરિણામો બાદ વડા પ્રધાન બોરીસ જ્હોનસને ટ્વીટ કરીને જનતાનો આભાર માન્યો છે. તેમણે લખ્યું, જેમણે મત આપ્યો, પક્ષ માટે કામ કર્યું, પક્ષનાં ઉમેદવાર બનનાર દરેકનો આભાર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.