Not Set/ સ્વિસ બેન્ક દ્વારા ભારતીયોનાં ખાતાની માહિતી સરકારને સોંપવાની તૈયારી પૂર્ણ, ચોર પડશે ઉધાડા

ભારત અને સ્વિટ્ઝરલેન્ડ વચ્ચે જાન્યુઆરી 1918માં કાર્યરત થયેલા ઓટોમેટિક એક્સ્ચેન્જ ઓફ ઇન્ફર્મેશન કરાર અંતર્ગત સ્વિસ બેન્કે ભારતને સ્વિસ બેન્કમાં ભારતીયોનાં ખાતામાં સંઘરવામાં આવેલા  કાળા નાણાંંની માહિતીઓની માહિતી આપવાની તૈયારી પૂર્ણ કરી લીધી છે. આવતી 30મી સપ્ટેમ્બરની અંતિમ તારીખ પહેલાં જ સ્વિસ સરકાર દ્વારા ભારત સરકારને આ માહિતી આપી દેવાશે. સ્વિસ નાણામંત્રાલય દ્નારા સ્થાનીક માધ્યમો દ્રારા કરાયેલા […]

Top Stories World
aa Cover ms8r6dvk372jnunf4q18lhcsp3 20180628203758.Medi સ્વિસ બેન્ક દ્વારા ભારતીયોનાં ખાતાની માહિતી સરકારને સોંપવાની તૈયારી પૂર્ણ, ચોર પડશે ઉધાડા

ભારત અને સ્વિટ્ઝરલેન્ડ વચ્ચે જાન્યુઆરી 1918માં કાર્યરત થયેલા ઓટોમેટિક એક્સ્ચેન્જ ઓફ ઇન્ફર્મેશન કરાર અંતર્ગત સ્વિસ બેન્કે ભારતને સ્વિસ બેન્કમાં ભારતીયોનાં ખાતામાં સંઘરવામાં આવેલા  કાળા નાણાંંની માહિતીઓની માહિતી આપવાની તૈયારી પૂર્ણ કરી લીધી છે. આવતી 30મી સપ્ટેમ્બરની અંતિમ તારીખ પહેલાં જ સ્વિસ સરકાર દ્વારા ભારત સરકારને આ માહિતી આપી દેવાશે.

swiss bank money સ્વિસ બેન્ક દ્વારા ભારતીયોનાં ખાતાની માહિતી સરકારને સોંપવાની તૈયારી પૂર્ણ, ચોર પડશે ઉધાડા

સ્વિસ નાણામંત્રાલય દ્નારા સ્થાનીક માધ્યમો દ્રારા કરાયેલા સવાલોના લેખિત જવાબમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતનાં કિસ્સામાં એક સાથે આટલી બધી માહિતી મોકલી શકાશે નહીં. તેના માટે તબક્કાવાર માહિતી મોકલવાની જરૂર પડશે. સ્વિટ્ઝરલેન્ડમાં 2018ના પ્રારંભ સુધી બેન્ક ખાતાં ધરાવતા તમામ ભારતીયો અંગેની થોકબંધ માહિતી સ્વિસ સરકાર દ્વારા ભારત સરકારને સોંપવામા આવશે.

સ્વિસ સરકારનાં જણાવ્યા અનુસાર આ વર્ષે 73 દેશોને તેમના નાગરિકોનાં સ્વિસ બેન્કોમાંનાં ખાતાં અંગેની માહિતી અપવામાં આવશે. તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ગયા વર્ષે સ્વિસ સરકારે 36 દેશોને આ પ્રકારની માહિતી આપી હતી. ત્યારે હાલ સ્વિસ સત્તાવાળાઓએ બેન્કિંગ માહિતી આપવા માટે જરૂરી તમામ કાનૂની અને સંસદીય પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. જેના કારણે સ્વિસ બેન્કોમાં ભારતીયોનાં ખાતાંની માહિતી ભારત સરકારને આપવાનો માર્ગ ખુલ્લો થઈ ગયો છે. ભારત સરકારને સેંકડો ભારતીયોનાં બેન્ક ખાતાંની માહિતી પૂરી પાડવામાં આવશે. આ ભારત અને સ્વિટ્ઝરલેન્ડ વચ્ચેના સંબંધોમાં મહત્ત્વનો પડાવ ગણાશે.

130529091401 swiss bank secrecy ubs સ્વિસ બેન્ક દ્વારા ભારતીયોનાં ખાતાની માહિતી સરકારને સોંપવાની તૈયારી પૂર્ણ, ચોર પડશે ઉધાડા

તો સામે ભારત સરકારનાં ફોરેન ટેક્સેશન એન્ડ ટેક્સ રિસર્ચ વિભાગે પણ સ્વિસ સરકાર પાસેથી બેન્ક ખાતાઓની માહિતી મેળવવાની તમામ તૈયારી કરી લીધી છે. અને માહિતી આવી ગયા બાદ સ્વિસ બેન્ક ખાતાઓની માહિતી સાથે ખાતાં ધારકોના આઈટી રિટર્નને સરખાવામાં આવશે. બાદમાં પૂરી ચોકસાઇ સાથે જ જરૂરી જણાશે તેની સામે કાયદેસરનાં પગલાં લેવામાં આવશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.