શેરબજારમાં આજે બજાર ખુલતા સારી શરૂઆત થઈ. નાણાકીય વર્ષ 2024નો છેલ્લો મહિનો એટલે કે માર્ચ આજથી શરૂ થયો છે. આજે નવા મહિનાના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારમાં હરિયાળી જોવા મળી રહી છે. માર્કેટ ઓપનિંગ સમયે મિડકેપ-સ્મોલકેપમાં આવેલા ઉછાળાથી બજારને સપોર્ટ મળ્યો હતો. PSU બેન્કો અને PSU કંપનીઓ તેમના મોમેન્ટમના આધારે સ્થાનિક શેરબજારને વધારવામાં મદદ કરી રહી છે.
સવારે 10:15 વાગ્યે, BSE સેન્સેક્સ 703 પોઈન્ટ વધીને 73,207 પર જોવા મળી રહ્યો છે અને 30માંથી 26 શેરમાં તેજી સાથે ટ્રેડ થઈ રહ્યો છે. માત્ર ચાર શેર જ ઘટ્યા છે અને સેન્સેક્સનો ટોપ ગેનર જેએસડબલ્યુ સ્ટીલ છે જે 3.74 ટકા ઉપર છે. ટાટા સ્ટીલ 3.30 ટકા, એલએન્ડટી 2.32 ટકા અને ટાટા મોટર્સ 2.06 ટકા ઉપર છે. એનટીપીસી 1.85 ટકા અને ટાઇટન 1.78 ટકા વધીને ટ્રેડ કરી રહ્યું છે.
નિફ્ટી અને સેન્સેક્સ
બેંક નિફ્ટી આજે 388.45 પોઈન્ટ અથવા 0.84 ટકાના વધારા સાથે 46,509 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં તમામ 12 શેરો લાભ સાથે ટ્રેડ કરી રહ્યાં છે અને બેન્કોમાં સૌથી વધુ ફાયદો બેન્ક ઓફ બરોડાનો છે, જે 1.36 ટકા વધ્યો છે. PNB પણ 1.35 ટકા અને બંધન બેન્ક 1.30 ટકા વધ્યા છે. SBI 1.11 ટકા અને ફેડરલ બેન્ક 1.03 ટકાની મજબૂતાઈ સાથે ટ્રેડ કરી રહ્યું છે. બીએસઈનો સેન્સેક્સ 106 પોઈન્ટ અથવા 0.15 ટકાના વધારા સાથે 72,606 પર ખુલ્યો છે અને એનએસઈનો નિફ્ટી 65.50 પોઈન્ટ અથવા 0.30 ટકાના વધારા સાથે 22,048 પર ખુલવામાં સફળ રહ્યો છે. નિફ્ટીના 50 માંથી 40 શેરો ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને અહીં પણ JSW સ્ટીલ 4 ટકા વધીને ટોપ ગેઈનર છે. ટાટા સ્ટીલ 3.37 ટકા અને એલએન્ડટી 2.79 ટકા ઉપર છે. BPCLના શેર 2.72 ટકા અને ONGC 2.59 ટકા ઉપર છે.
મીડિયા-ફાર્મા-હેલ્થકેર સિવાય નિફ્ટીના સેક્ટોરલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો, બાકીના તમામ ઈન્ડેક્સ ગ્રીનમાં ઝડપથી ટ્રેડ થઈ રહ્યા છે. ઓટો સેક્ટર સૌથી વધુ 1.23 ટકા ઉપર છે. શેરબજારની શરૂઆત પહેલા BSE સેન્સેક્સ 96.91 પોઈન્ટ અથવા 0.13 ટકાના ઉછાળા સાથે 72597 પર ટ્રેડ કરી રહ્યો હતો. NSE નો નિફ્ટી 76.65 પોઈન્ટ અથવા 0.35 ટકાના વધારા સાથે 22059 ના સ્તર પર હતો.
IPO રોકાણ
IPOમાં નાણાંનું રોકાણ કરનાર ઇચ્છતા રોકાણકારો માર્ચ મહિનામાં આવતા આઈપીઓમાં રોકાણ કરી સારો લાભ મેળવી શકે છે. માર્ચ મહિનામાં ઝિંક ઓક્સાઇડ મેન્યુફેક્ચરિંગ કંપની JGનો IPO 5 માર્ચે ખુલી રહ્યો છે. કંપની આ IPO દ્વારા કુલ રૂ. 251.19 કરોડ એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. રોકાણકારો તેમાં 7 માર્ચ 2024 સુધી રોકાણ કરી શકે છે. જ્યારે એન્કર રોકાણકારો 4 માર્ચથી જ IPOમાં બિડ કરી શકે છે. કંપનીએ શેરની ફાળવણી માટે 11 માર્ચની તારીખ નક્કી કરી છે. જ્યારે અસફળ સબ્સ્ક્રાઇબર્સને 12 માર્ચે રિફંડ મળશે. કંપનીના શેરનું લિસ્ટિંગ 13 માર્ચ, 2024ના રોજ થશે.
આ પણ વાંચો:પૂર્વની બેઠકો માટે કામિનીબા રાઠોડ સહીત 25 મેદાનમાં
આ પણ વાંચો:જુનાગઢ તોડકાંડ મામલે તરલ ભટ્ટના સાગરીતની ધરપકડ
આ પણ વાંચો:સ્કૂલમાંથી ગુલ્લી મારીને ઉકાઈ ડેમમાં ન્હાવા પડેલા બે બાળકોના કરૂણ મોત