Not Set/ U-19 World Cup IND vs PAK/ પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ પાકિસ્તાનની ધીમી શરૂઆત

આજે આઇસીસી અંડર-19 વર્લ્ડ કપની પ્રથમ સેમિ-ફાઇનલ મેચમાં ભારત અને પાકિસ્તાનનો મુકાબલો છે. ટોસ જીત્યા બાદ પાકિસ્તાનનાં કેપ્ટન રોહેલ નઝિરે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. બંને ટીમો સારી રીતે જાણે છે કે આ મેચ જીતવી તેમના માટે કેટલું મહત્વનું છે. Pakistan U19 have won the toss and elected to bat against India U19 in […]

Top Stories Sports
india vs pakistan U-19 World Cup IND vs PAK/ પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ પાકિસ્તાનની ધીમી શરૂઆત

આજે આઇસીસી અંડર-19 વર્લ્ડ કપની પ્રથમ સેમિ-ફાઇનલ મેચમાં ભારત અને પાકિસ્તાનનો મુકાબલો છે. ટોસ જીત્યા બાદ પાકિસ્તાનનાં કેપ્ટન રોહેલ નઝિરે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. બંને ટીમો સારી રીતે જાણે છે કે આ મેચ જીતવી તેમના માટે કેટલું મહત્વનું છે.

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમની શરૂઆત ધીમી રહી છે, ટીમ 20 ઓવરમાં 77 રને 2 વિકેટ ગુમાવી ચુકી છે. જણાવી દઇએ કે, ભારતે તેની ક્વાર્ટર ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો, તો બીજી તરફ પાકિસ્તાને અફઘાનિસ્તાનને હરાવીને સેમિ-ફાઇનલની ટિકિટ મેળવી હતી. 2018 ની અંડર-19 વર્લ્ડ કપ મેચમાં ભારતે પાકિસ્તાનને 203 રનથી હરાવ્યું હતું. ભારત અને પાકિસ્તાનની અન્ડર-19 ટીમો વચ્ચે વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં કુલ નવ મેચ રમવામાં આવી છે. તેમાંથી પાકિસ્તાને પાંચ અને ભારતે ચાર મેચ જીતી છે.

પાકિસ્તાન:

હૈદર અલી, મોહમ્મદ હુરૈરા, રોહેલ નઝીર (કેપ્ટન અને વિકેટકીપર), ફહાદ મુનીર, કાસિમ અકરમ, મોહમ્મદ હારિસ, ઇરફાન ખાન, અબ્બાસ આફ્રિદી, તાહિર હુસૈન, આમિર અલી, મોહમ્મદ અમીર ખાન.

ભારત:

યશસ્વી જયસ્વાલ, દિવ્યાંશ સક્સેના, તિલક વર્મા, પ્રિયમ ગર્ગ (કેપ્ટન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), સિદ્ધેશ વીર, અથર્વ અંકોલેકર, રવિ બિશ્નોઇ, સુશાંત મિશ્રા, કાર્તિક ત્યાગી, આકાશ સિંહ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.