IPL/ આજથી શરૂ થશે વિશ્વની સૌથી લોકપ્રિય લીગનો બીજો તબક્કો, રોહિત-ધોનીની સેના હશે આમને-સામને

IPL 2021 નો બીજો તબક્કો આજે દુબઈમાં ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ અને પાંચ વખતનાં ખિતાબ વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચથી શરૂ થશે. 

Sports
1 281 આજથી શરૂ થશે વિશ્વની સૌથી લોકપ્રિય લીગનો બીજો તબક્કો, રોહિત-ધોનીની સેના હશે આમને-સામને

છેલ્લા ઘણા સમયથી જોવાઇ રહેલી રાહ બાદ, IPL 2021 નો બીજો તબક્કો રવિવારે એટલે કે આજે દુબઈમાં ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ અને પાંચ વખતનાં ખિતાબ વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચથી શરૂ થશે. IPL ની ચૌદમી સિઝનનાં પહેલા ચરણમાં ચેન્નઈ સુપર કિંગ્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં તેણે 7 માંથી 5 મેચ જીતી હતી અને પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે રહી હતી. બીજી તરફ, ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ પ્રથમ ચરણમાં થોડી અસ્થિર રહી હતી કારણ કે તેઓ 7 માંથી માત્ર ચાર જીત સાથે ચોથા સ્થાને રહી હતી. આવી સ્થિતિમાં, તેમના મજબૂત કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્માનાં નેતૃત્વમાં, બંને ટીમો ફરી એક વખત જીતનો વેગ મેળવશે.

1 284 આજથી શરૂ થશે વિશ્વની સૌથી લોકપ્રિય લીગનો બીજો તબક્કો, રોહિત-ધોનીની સેના હશે આમને-સામને

આ પણ વાંચો – આરોપ / શોએબ અખ્તર કિવી ટીમના પ્રવાસને રદ કરવા પર થયો ગુસ્સો, જાણો કારણ..

આઈપીએલ 2021 નાં ​​પહેલા ચરણમાં બંને ટીમો વચ્ચે મેચ હતી જેમાં મુંબઈ જીતી ગયું હતું. આવી સ્થિતિમાં ધોનીની નજર યુએઈમાં પ્રથમ મેચ જીતી હિસાબ બરોબર કરવા પર રહેશે. જણાવી દઇએ કે, દિલ્હીનાં અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ટોસ હાર્યા બાદ, ફાફ ડુ પ્લેસીસ (50), મોઇન અલી (58) અને અંબાતી રાયડુ (72*) ની અણનમ અડધી સદીઓને કારણે ચેન્નઈએ 20 ઓવરમાં 4 વિકેટે 218 રનનો સ્કોર થયો હતો. જીત માટે 219 નાં લક્ષ્યનો પીછો કરતા મુંબઈએ સારી શરૂઆત બાદ રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને ક્વિન્ટન ડી કોકની વિકેટ ગુમાવી હતી. પરંતુ અંતે કિરોન પોલાર્ડે 34 બોલમાં 87 રનની અણનમ ઇનિંગ રમીને મુંબઈને છેલ્લી બોલ પર વિજય અપાવ્યો હતો. પોલાર્ડે આ ઇનિંગ દરમિયાન 6 ચોક્કા અને 8 છક્કા ફટકાર્યા હતા. જેને જોયા બાદ મુંબઈ ટીમમાં એક પોઝિટિવિટીનો સંચાર થયો હતો. વળી પહેલા તબક્કામાં ધોનીની ટીમનાં બેટ્સમેનો શાનદાર ફોર્મમાં હતા. ફાફ ડુ પ્લેસિસ, મોઇન અલી અને ઋતુરાજ ગાયકવાડે શાનદાર બેટિંગ કરીને 7 મેચમાં 320, 206 અને 196 રન બનાવ્યા હતા. વળી, અંબાતી રાયડુ (136), રવિન્દ્ર જાડેજા (131) અને સુરેશ રૈના (123) ને જ્યારે તક મળી ત્યારે તેમણે પોતાની બેટિંગ બતાવી હતી. બોલિંગમાં સેમ કરન અને દીપક ચહરે આગેવાની લીધી હતી. કરને 7 મેચમાં 9 અને દીપક ચહરે 8 વિકેટ લીધી હતી. રવિન્દ્ર જાડેજા (6) અને મોઇન અલી (5) એ તેને સ્પિન બોલિંગમાં સાથ આપ્યો. વળી, શાર્દુલ ઠાકુર અને લુંગી એનગીડીએ પણ 5-5 વિકેટ લીધી હતી.

1 282 આજથી શરૂ થશે વિશ્વની સૌથી લોકપ્રિય લીગનો બીજો તબક્કો, રોહિત-ધોનીની સેના હશે આમને-સામને

ચેન્નાઈ સુપર કિંગ્સ:

એમએસ ધોની (કેપ્ટન), સુરેશ રૈના, અંબાતી રાયડુ, કેએમ આસિફ, દીપક ચહર, મોઈન અલી, આર સાઈ કિશોર, રોબિન ઉથપ્પા, ડ્વેન બ્રાવો, ફાફ ડુ પ્લેસિસ, ઈમરાન તાહિર, નારાયણ જગદીશન, કર્ણ શર્મા , લુંગી એનગીડી, મિશેલ સેન્ટનર, રવિન્દ્ર જાડેજા, ઋતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, સેમ કરન, કૃષ્ણપ્પા ગૌતમ, ચેતેશ્વર પૂજારા, હરિશંકર રેડ્ડી, ભગત વર્મા અને સી હરિ નિશાંત.

મુંબઈ ઇન્ડિયન્સ:

રોહિત શર્મા (કેપ્ટન), અનમોલપ્રીત સિંહ, ક્રિસ લીન, સૌરભ તિવારી, સૂર્યકુમાર યાદવ, એડમ મિલને, યુદ્ધવીર સિંહ, અનુકુલ રોય, અર્જુન તેંડુલકર, હાર્દિક પંડ્યા, જિમી નીશમ, કિરોન પોલાર્ડ, ધવલ કુલકર્ણી, જસપ્રીત બુમરાહ, જયંત યાદવ, મોહસીન ખાન , નાથન કુલ્ટર-નાઇલ, પિયુષ ચાવલા, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ, ક્રુણાલ પંડ્યા, માર્કો જોનસેન, આદિત્ય તારે, ઇશાન કિશન, ક્વિન્ટન ડી કોક.

1 283 આજથી શરૂ થશે વિશ્વની સૌથી લોકપ્રિય લીગનો બીજો તબક્કો, રોહિત-ધોનીની સેના હશે આમને-સામને

આ પણ વાંચો – IPL / રાશિદ ખાને IPL 2021 નાં બીજા તબક્કાની શરૂઆત પહેલા કહ્યુ- હવે દરેક મેચ હશે ફાઇનલ

મુંબઈ માટે પ્રથમ ચરણમાં કેપ્ટન રોહિત શર્માએ પોતે જ આગેવાની લીધી હતી અને 7 મેચમાં ટીમ માટે સૌથી વધુ 250 રન બનાવ્યા હતા. બેટિંગમાં, તેને સૂર્યકુમાર યાદવ (173), કિરોન પોલાર્ડ (168) અને ક્વિન્ટન ડી કોક (155) દ્વારા ટેકો મળ્યો હતો. આ તમામ ખેલાડીઓ હાલમાં પણ શાનદાર ફોર્મમાં છે. બોલિંગમાં, મુંબઈની આગેવાની રાહુલ ચહર અને ટ્રેન્ટ બોલ્ટ દ્વારા કરવામાં આવી હતી. ચહરે 7 મેચમાં 11 અને બોલ્ટે 8 વિકેટ લીધી હતી. જ્યારે જસપ્રિત બુમરાહે 6 વિકેટ લીધી હતી. બોલિંગ પ્રથમ ચરણમાં મુંબઈની નબળી કડી સાબિત થઈ હતી. આઈપીએલનાં ઈતિહાસમાં બે સૌથી સફળ ટીમો વચ્ચે કુલ 33 મેચ થઈ છે. જેમાંથી 20 વખત પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ અને 13 વખત ચેન્નાઈ સુપર કિંગ્સ જીતી છે. બંને ટીમો પાસે ઉત્તમ કેપ્ટન છે જે એકલા હાથે મેચનો પાસો ફેરવવાની ક્ષમતા ધરાવે છે. જણાવી દઇએ કે, યુએઈમાં, બંને ટીમોની અત્યાર સુધીમાં કુલ 3 વખત મેચ થઇ છે. જેમાંથી 2 જીત ધોનીનાં હાથમાં રહી છે. જ્યારે એક મેચ મુંબઈએ જીતી છે. જો વર્ષ 2020 માં યુએઈમાં રમાયેલી મેચો પર નજર કરીએ તો બંને ટીમો એક-એક મેચ જીતવામાં સફળ રહી હતી. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મુંબઈ અને ચેન્નઈ વચ્ચે એકવાર મેચ થઈ છે. IPL 2020 ની શરૂઆત આ મેચથી થઈ જેમાં ધોનીની સેના જીતી હતી. રવિવારે એટલે કે આજે આ જ મેદાન પર મેચ રમાવાની છે.