Not Set/ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યુ ખેલાડીઓનુ સન્માન,નીરજ ચોપરાને મળ્યો ખેલ રત્ન એવોર્ડ

દેશમાં આવું પહેલી વખત  બની રહ્યું છે કે  એક સાથે એટલાબધા ખેલાડીઓને ખેલ રત્ન માટે પસંદ કરવામાં આવ્યા છે

Top Stories Sports
Untitled 173 રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યુ ખેલાડીઓનુ સન્માન,નીરજ ચોપરાને મળ્યો ખેલ રત્ન એવોર્ડ

રાષ્ટ્રપતિ કોવિંદ આજે નવી દિલ્હીમાં ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત ખેલાડીઓને એવોર્ડનું વિતરણ કર્યું હતું.  જેમાં ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર સહિત કુલ 12 ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.

 

આ વર્ષે સ્પોર્ટ્સ એવોર્ડની જાહેરાત ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સને કારણે મોકૂફ રાખવામાં આવી હતી, જેના કારણે આ વખતે એવોર્ડ્સ આપવામાં મોડું થયું છે.  દેશમાં આવું પહેલી વખત  બની રહ્યું છે કે  એક સાથે એટલાબધા ખેલાડીઓને ખેલ રત્ન માટે પસંદ કરવામાં આવ્યા છે.

આ  ખેલાડીઓનું  સન્માન કરવામાં આવ્યું …..

  • નીરજ ચોપરા
  • રવિ દહિયા
  • લોવલિના બોર્ગોહેન
  • શ્રીજેશ પીઆર
  • અવની લેખરા
  • સુમિત એન્ટીલ
  • પ્રમોદ ભગત
  • મનીષ નરવાલ
  • મિતાલી રાજ
  • સુનીલ છેત્રી
  • મનપ્રીત સિંહ

ખેલ રત્ન પુરસ્કારમાં 25 લાખ રૂપિયાની ઈનામી રકમ અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે. જ્યારે અર્જુન પુરસ્કાર મેળવનારને 15 લાખની ઈનામી રકમ અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે. વર્ષ 2020 પહેલા ખેલ રત્ન પુરસ્કાર મેળવનારને 7.50 લાખ રૂપિયા જ્યારે અર્જુન પુરસ્કાર મેળવનારને 5 લાખ રૂપિયા આપવામાં આવતા હતા.