Covid-19/ સ્થાનિક Airlines માં મુસાફરોની ક્ષમતામાં કરાયો વધારો

મંત્રાલયે શનિવારે એક નવો આદેશ જારી કર્યો છે, જેમાં તેના 12 ઓગસ્ટનાં આદેશમાં ફેરફાર કરીને 72.5 ટકા ક્ષમતાને 85 ટકાની ક્ષમતા કરવાનો નિર્ણય કર્યો છે.

Top Stories India
police attack 1 સ્થાનિક Airlines માં મુસાફરોની ક્ષમતામાં કરાયો વધારો

દેશમાં કોરોનાનાં કેસોમાં ઘટાડો થવાને કારણે લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે. લગભગ બે વર્ષ પછી જીવન પાટા પર ફરી રહ્યું છે. ત્યારે હવે દેશમાં કોવિડની સ્થિતિમાં સુધારાને ધ્યાનમાં રાખતા, સરકારે સ્થાનિક એરલાઇન્સમાં મુસાફરોની ક્ષમતામાં પણ વધારો કર્યો છે.

આ પણ વાંચો – રાજકોટ /  કાલે કલર કોડ મુજબ કરવાનું રહશે ગણપતિ વિસર્જન, જાણો કયા-કયા સ્થળો પર થશે વિસર્જન

આપને જણાવી દઇએ કે, ઉડ્ડયન મંત્રાલયે શનિવારે મુસાફરોની ક્ષમતા 72.5 ટકાથી વધારીને 85 ટકા કરી છે. સત્તાવાર સૂચનામાં મંત્રાલયે જણાવ્યું હતું કે, સ્થાનિક કામગીરીની વર્તમાન સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રાલયે શનિવારે એક નવો આદેશ જારી કર્યો છે, જેમાં તેના 12 ઓગસ્ટનાં આદેશમાં ફેરફાર કરીને 72.5 ટકા ક્ષમતાને 85 ટકાની ક્ષમતા કરવાનો નિર્ણય કર્યો છે. શનિવારનાં આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ મર્યાદા “આગામી આદેશ સુધી” અમલમાં રહેશે. ગયા વર્ષે લોકડાઉન દરમિયાન સુનિશ્ચિત સ્થાનિક ફ્લાઇટ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ બાદ, 33 ટકાની ક્ષમતા સાથે બે મહિનાનાં અંતરાલ પછી 25 મે, 2020 નાં રોજ કામગીરી ફરી શરૂ થયુ. સરકારે બે મહિનાનાં વિરામ બાદ ગયા વર્ષે 25 મે નાં રોજ સુનિશ્ચિત સ્થાનિક ફ્લાઇટ્સ ફરી શરૂ કરી હતી. મંત્રાલયે કેરિયર્સને તેમની કોવિડ પૂર્વેની 33 ટકાથી વધુ સ્થાનિક સેવાઓ ચલાવવાની મંજૂરી આપી હતી. આ પછી, ડિસેમ્બર 2020 સુધીમાં તેને વધારીને 80 ટકા કરવામાં આવી. પરંતુ કોરોનાનાં વધતા જતા કેસોને જોતા, 1 જૂન 2021 નાં ​​રોજ તેને ફરીથી ઘટાડીને 50 ટકા કરવામાં આવી. ત્યારબાદ 5 જૂને તે વધારીને 65 ટકા કરવામાં આવી હતી. 12 ઓગસ્ટથી સ્થાનિક ફ્લાઇટ્સ 72.5 ટકા પર ચાલી રહી છે.

આ પણ વાંચો – AUKUS / AUKUSની જાહેરાત પહેલા જ ઓસ્ટ્રેલિયાના પીએમએ ફોન પર નરેન્દ્ર મોદીને માહિતી આપી હતી, જાણો ગઠબંધન શું છે?

મંત્રાલયે કહ્યું હતું કે, દેશભરમાં કોવિડ-19 નાં કેસોમાં અચાનક વધારો, મુસાફરોની સંખ્યામાં ઘટાડો જોતા, 1 જૂનથી મહત્તમ મર્યાદા 80 થી 50 ટકા સુધી લાવવાનો 28 મે નાં રોજ નિર્ણય લેવામાં આવ્યો હતો. અગાઉ, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શનિવારે કહ્યું હતું કે, વિમાની ભાડાની નીચલી અને ઉપલી મર્યાદા 15 દિવસ માટે કોઈપણ સમયે લાગુ થશે અને એરલાઇન્સ 16 માં દિવસથી કોઇપણ મર્યાદા વગર ફી વસૂલવા માટે મુક્ત રહેશે. આ વર્ષે 12 ઓગસ્ટથી અમલમાં આવેલી આ વ્યવસ્થા હાલમાં 30 દિવસ માટે હતી અને એરલાઇન્સ 31 માં દિવસથી કોઇપણ મર્યાદા વગર ચાર્જ કરી રહી હતી.