ગુજરાત/ રાજ્યના ૭૧ લાખ કાર્ડ ધારકોને પહેલીવાર સીંગતેલનું રાહતદરે વિતરણ કરાશે : અન્ન નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલ

યુક્રેનના યુધ્ધના પરિણામે આતર રાષ્ટ્રીય બજારોમાં ખાદ્યતેલના આયાત નિકાસમાં પ્રશ્નો હતા પરંતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત આયોજનના પરિણામે ગરીબ પરિવારોને કોઈપણ તકલીફ પડવા દીધી નથી.

Gujarat Others Breaking News

અન્ન નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલે જણાવ્યું છે કે, રાજયનો છેવાડાનો માનવી પણ ભૂખ્યોના સુવે એની ચિંતા છેલ્લા ૨૭ વર્ષથી અમારી સરકાર કરી રહી છે.એટલુંજ નહી ખેડૂતોને પાક ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળી રહે એની પણ સંપૂર્ણ ચિંતા અમે કરીને ખેડૂતોના પડખે ઉભા રહીને ખરીદી પણ કરી છે. આજે  ગુરુવારે વિધાનસભા ખાતે ખાદ્યતેલના ભાવો અકુશમાં રાખવા અગેના ટૂંકી મુદતના પ્રશ્નના પ્રત્યુંતરમાં મંત્રીએ ઉમેર્યું કે,ખેડૂતો અને નાગરિકો બંન્નેની ચિંતા કરતી આ સરકાર છે.

યુક્રેનના યુધ્ધના પરિણામે આતર રાષ્ટ્રીય બજારોમાં ખાદ્યતેલના આયાત નિકાસમાં પ્રશ્નો હતા પરંતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત આયોજનના પરિણામે ગરીબ પરિવારોને કોઈપણ તકલીફ પડવા દીધી નથી. તેમણે કહ્યું કે,ગરીબ પરિવારોને ખાદ્યતેલ આપવા માટે મુખ્યમંત્રીએ રાહતદરે સીંગતેલ પુરૂ પાડવા માટેનો નિર્ણય કર્યો છે અને ગરીબ પરિવારોને પહેલીવાર ડબલ ફિલ્ટર્ડ સીંગતેલ રૂ.૧૦૦ના રાહત દરે વિતરણ કરાશે.જેનો લાભ ૭૦ લાખ કાર્ડધારકોને મળશે આ માટે રાજય સરકાર રૂ.૯૭ની સબસીડી નાગરિકો વતી રાજય સરકાર વહન કરશે તેમ તેમણે ઉમેર્યું હતું

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા જન્માષ્ટમીના તહેવારો દરમિયાન રાજ્યના ૬૬.૬૭ લાખ ગરીબ પરિવારને પ્રતિ કુટુંબ એક લીટર સીંગતેલનું વિતરણ રૂ.૧૦૦ના રાહત દરે વિતરણ કરવામાં આવ્યું છે.અને આ મુજબ આગામી દિવાળીના તહેવારોમાં પણ વિતરણ કરાશે જેની શરૂઆત તા.૧લી ઑકટોમ્બરથી કરાશે.

ચૂંટણી પ્રચાર/ ગુજરાતમાં પ્રિયંકા ગાંધીનો રોડ શો ,નવરાત્રીમાં કોંગ્રેસના શક્તિવંદના કાર્યક્રમમાં આવી પ્રચારના શ્રી ગણેશ કરાવશે